પંચમહાલ રાજુ સોલંકી
સરકારી વિનયન કોલેજ શહેરામાં આજે નહેરુ યુવા કેન્દ્રમાં ગોધરા દ્વારા યુથ પાર્લામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમના વક્તા તેમજ અતિથિવિશેષશ્રી ચંદ્રેશભાઇ વિલાસપુરાએ કાશ્મીર ની 370 ની કલમ દૂર કરવામાં આવી તે કલમની ઉત્પત્તિ અને કેમ દુર કરવામાં આવી તે અંગેની તેમજ કલમ દુર કરવાથી શું ફાયદો થયો વગેરે વિદ્યાર્થીઓ દ્વારા જે પ્રશ્નો પૂછવામાં આવ્યા તે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. ચર્ચામાં વિદ્યાર્થીઓએ અનેક પ્રશ્નો પૂછીને યુથ પાર્લામેન્ટને રસપ્રદ બનાવી. કોલેજના આચાર્યશ્રી ડૉ. દિનેશ માછીએ યુવાન શબ્દનો અર્થ સમજાવતા કહ્યું કે જેનામાં તેજસ્વિતા , તત્પરતા અને તપસ્વીતા હોય તે સાચો યુવાન કહેવાય . યુવાન લાચાર, દીન,હીન ન હોવો જોઈએ. તેનામાં કંઈક કરી છૂટવાની ખુમારી હોવી જોઈએ તે તેમણે સ્વામી વિવેકાનંદના જીવનના પ્રસંગોથી સમજાવ્યું હતું.આ પાર્લામેન્ટમાં નહેરૂ યુવા કેન્દ્રના વોલેન્ટીયર્સ શ્રી કૌશિકભાઈ સિંધાનીયા અને નિગમ ભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્કૃતના પ્રોફેસર ડૉ. કાજલ પટેલે કર્યું હતું.