વિજયસિંહ સોલંકી, શહેરા, (પંચમહાલ)
ગુજરાતમાં ભલે વિકાસ નીવાતો કરવામા આવતીહોય કે પછી ગુજરાત મોડલનુ ઉદાહરણ આપવામા આવતુ હોય કે છેવાડાના માનવી સુધી પહોચવાની વાત કરવામા આવતી હોય આજે પણ ગુજરાતમા એક વિસ્તાર છે. કે જ્યા ભારત દેશની આઝાદી મળીને વર્ષો વીતી ગયા પછી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. પંચમહાલ જીલ્લાના શહેરાતાલુકાનુ એક એવુ ગામ આવેલુ છે કે જ્યા આજે પણ એ ગામ સુધી પહોચવા ગ્રામજનોએ નાવડીનો સહારો લેવો પડે છે. આ ગામના રહીશો પાસે પોતાની નાવડીઓ છે. આ ગામમા રહેતા ગ્રામવાસીઓ પાસે ચુટણી કાર્ડ છે. રેશનકાર્ડછે તેઓ મતદાન પણ કરી શકે છે. ચુટણીની મોસમ આવે ત્યારે રાજકીયપક્ષોના કાર્યકરોની ફોજ મત આપજોતેમ કહેવા માટે આવે છે અને ગામલોકોને આશ્વાસન આપે છે કે તમારી બધી સમસ્યા દુર કરી દઈશુ. ચુટણી સમાપ્ત થઈ ગયા પછી કોઈ આવતુ નથી. તેવો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામા આવી રહ્યો છે.આ ગામનું નામ છે સીમલેટ. શહેરા તાલુકાના જુના મહેલાણ ગામ પાસે આવેલુ આ ગામ પાનમ ડેમ બંધાવાને કારણે પાણીથી ઘેરાઈ ગયું અને બેટમા ફેરવાઈગયું. સીમલેટ ગામમા ૧૦૦થી જેટલા ઘરો આવેલા છે.આ ગામમા પહોચવા માટે નાવડી જ એક સહારો છે. જીવન જરુરીયાતની ચીજ વસ્તુ લાવી હોય તો સીમલેટ ગામથી નાવડીમા બેસીને એક કિમી જેટલુ અંતર કાપી પાણીમા મુસાફરી કરી જુના મહેલાણ ગામ આવુ પડે ત્યાથી શહેરા આવીને પોતાની ઘરવખરીની ચીજવસ્તુખરીદી શકે છે. આમ નાવડી થકી ગામમા આવનજાવન કરવુ પડે છે.અહીના રહીશો ખેતીવાડી તેમજ માછીમારી અને પશુપાલન થકી ગુજરાન ચલાવે છે.આ ગામની સૌથી મોટી મુશ્કેલી એ છે કે આ ગામમા વીજળીની સમસ્યા છે અહી વીજળી નથી તેના કારણેઅહી રહેતા ગ્રામજનો રાત્રીના સમયે અંધારામા જીવનજીવી રહ્યા છે એક બાજુ ગુજરાતમા જ્યોતિગ્રામ યોજના થકી ૨૪ કલાક વીજળી આપવાની વાતો કરવામા આવે છે ત્યારે અહી વીજળી ન હોવાને કારણે પારાવાર મુશ્કેલીઓના સામનો કરી રહ્યા છે. અહી રહેતા બાળકોનું ભવિષ્ય પણ અંઘકારમય છે. અહી રહેતા બાળકો પોતાના અભ્યાસ માટે નાવડીમા બેસીને જુના મહેલાણ ગામમા એક કિમીનું અંતરકાપી ને જવુ પડે છે.
અને અભ્યાસ કરે છે .ત્યારે કેટલાક મા બાપો જોખમી લાગતુ હોવાને કારણે બાળકોને શાળાએ મોકલતા નથી. કોઈ ગામનોરહીશબિમાર પડે તો તેને નાવડીમા લાવો પડે છે ત્યારબાદ નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવો પડે છે. આ ગામના લોકોની પાસે ચુટણી કાર્ડ રેશન કાર્ડપણ છે. ચુંટણી માં મતદાન કરતા હોય છે જયારે ચુટણીની મોસમ આવે છે ત્યારે આ રાજકીયપક્ષોના કાર્યકરો મત માગવા આવી જાય છે અને રાજકીય પાર્ટીઓની ટીર્શટો વહેચી દે છે. અને વિવિધ સુવિધાઓ આપવાની મોટી મોટી વાતો કરે છે પણ ત્યારબાદ ચુંંટણી પતી ગયા બાદ કોઈ સીમલેટ બેટને યાદ કરતુ નથી. તેના કારણે લોકોમા ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ સીમલેટ ગામના ગ્રામજનો ની એક જ માંગ છે કે અમારા સીમલેટ ગામને પુલ થકી જુના મહેલાણ સુધી જોડવામા આવે વીજળીનો લાભ આપવામા આવે તેવી માંગ કરી રહયા છે ત્યારે હવે છેવાડાના માનવી સુધી પહોચવાની વાતો કરતી સરકાર સીમલેટ ગામને પુલ તેમજ વીજળીની સુવિધા આપે છે કે નહી તે જોવું રહ્યું.