રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે આજ રોજ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો ત્યાર બાદ દેશભરમાં ઊજવણીનો માહોલ છે. રાજ્યમાં પણ ઠેર ઠેર ફટકડા ફોડી, મીઠાઈઓ વહેંચી અને ઊજવણી કરવામાં આવી છે.જેથી આજે શિવસેના પંચમહાલ દ્વારા શહેરા ટોલ નાકા આગળ શિવસૈનિકો ભેગા મળીને ફટાકડા ફોડીને તેમની ખુશી વ્યકત કરી હતી આજ રોજ કશ્મીર માથી આર્ટિકલ 370 અને 35 એ ને ભારતીય જનતા પાર્ટી ની સરકારે હટાવી દીધી હતી જેના સંદર્ભ મા શિવસેના મા ખુશીની લહેર જોવા મળી હતી કારણ કે શિવસેના સરકાર નો હિસ્સો છે અને શિવસેના વર્ષો થી રામ મંદિર અને આર્ટિકલ 370 પર વારામવાર ઘેરી રહી હતી તો આજે શિવસેના પંચમહાલ જિલ્લા પ્રમુખ લાલાભાઈ ગઢવી અને શહેરા તાલુકા પ્રમુખ આર.કે.પરમાર ની આગેવાની હેઠળ શિવસૈનિકો ભેગા મળી ને શિવસેના સુપ્રીમો બાલા સાહેબ ઠાકરે ના સપના ને પૂરું થવાના લીધે ભારે ઉત્સાહિત થઈને ફટાકડા ફોડ્યા હતા
પંચમહાલ જિલ્લા શિવસેના દ્વારા કલમ 370 ને હટાવવાના સંકલ્પ ને આવકર્યો
Advertisement