પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે કેન્ડલ માર્ચ રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
પંચમહાલ રાજુ સોલંકી
જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફ જવાનોની ટુકડી પર આંતકવાદીઓ દ્વારા થયેલા આત્મઘાતી હુમલામાં અનેક જવાનોએ પોતાના જીવની દેશ માટે આહુતિ આપવાની ઘટનાથી સમગ્ર પંચમહાલ જિલ્લામાં આક્રોશ ફેલાયો છે આંતકવાદીઓ અને તેમને આશ્ચય આપતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની માંગ ઉઠી છે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા રવિવાર ના રોજ ગોધરામાં વાલ્મીકી સમાજ દ્વારા રેલી પૂતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વાલ્મીકી સમાજ ના આગેવાનો અને નવયુવાનો દ્વારા પાવરહાઉસ વાલ્મીકીવાસ ખાતે થી ભૂરાવાવ ચારરસ્તા પર કેન્ડલ માર્ચ રેલી યોજી પૂતળા દહન કરવામાં આવ્યા હતા જેમાં હજારો સખ્યાંમાં દેશપ્રેમીઓ હાજર રહ્યા હતા
જ્યારે કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામની પ્રજામાં આતંકવાદી હુમલા સામે વ્યાપક જનઆક્રોશ ફાટી નીકળતા દેશપ્રેમી નાગરિકોએ પાકિસ્તાન મુર્દબાદ સાથે કેન્ડલ માર્ચ રેલી યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
પંચમહાલ જિલ્લાના ગોધરા સહિત કાલોલ તાલુકાના નાની શામળદેવી ગામે કેન્ડલ માર્ચ રેલી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી
Advertisement