Proud of Gujarat
FeaturedGujarat

પંચમહાલ લોકસભા બેઠકની આવતી કાલે યોજાનારી ચૂંટણી માટે તંત્ર સજ્જ બન્યુ…

Share

પંચમહાલ રાજુ સોલંકી

૧૮-પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં ૭ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે અને ચૂંટણી પ્રક્રિયા માટે ૧૦,૭૩૦ જેટલા પોલિંગસ્ટાફનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ૨૧૪૬ બૂથ ઉપર એસ્યોર્ડ મિનિમમ ફેસીલિટી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરાઈ છે. જિલ્લામાં કુલ ૩૮ શેડો એરિયા છે જ્યાં મોબાઈલ ટાવર પકડાતા નથી. આવા ૨૨ શેડો એરિયામાં VHF-વોકીટોકી સેટની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે.

Advertisement

પંચમહાલ લોકસભા બેઠક માટે આવતી કાલે મતદાન યોજાનાર છે જેને લઈને 291 મતદાન મથક નો ઈવીએમ મશીન સાથેનો સ્ટાફ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રવાના થયો હતો. પંચમહાલ લોકસભાની ચુટણી શાંતિપુર્ણ રીતે યોજાય તે માટે તડામાર તૈયારી તંત્ર દ્વારા કરી દેવામા આવી છે.સાતેય વિધાનસભા મતવિસ્તારોમાં ૭ મતદાન મથકો પરનો સંપૂર્ણ સ્ટાફ મહિલાઓનો રહેશે તેમજ દરેક એસીમાં એક મતદાન મથક દિવ્યાંગો દ્વારા સંચાલિત રહેશે. ૧૮-પંચમહાલ સંસદીય મતવિસ્તારમાં કુલ ૩૭૨૫ દિવ્યાંગ મતદારો છે જે પૈકી ૧૪૫ મતદારોએ વ્હીલચેરની માંગ કરી છે જ્યારે ૫૫૪એ સહાયકોની અને ૧૨૭એ પીક-અપની વ્યવસ્થાની માંગ કરી છે.મતદાનના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં સશસ્ત્ર દળો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૩૮ શેડો એરિયા છે જ્યાં મોબાઈલ ટાવર પકડાતા નથી. આવા ૨૨ શેડો એરિયામાં VHF-વોકીટોકી સેટની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકસભા બેઠકના છ ઉમેદવારોના ભાવિનો ફેસલો નક્કી કરશે.


Share

Related posts

ભરૂચ જિલ્લાનું ધોરણ 10 નું 61.07 ટકા પરિણામ આવ્યું

ProudOfGujarat

વડોદરા : સાઇબર ક્રાઇમ અને મહિલાલક્ષી ગુનાઓ અટકાવવા અંગે અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.

ProudOfGujarat

તમે કિયા તે ગામના ગોરી રાજ….બીજી નવરાત્રિએ અમદાવાદી ખૈલેયાઓની જમાવટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!