ગોધરા, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ ખાતે આજથી બે દિવસની પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે, ગિરનારની લીલી પરિક્રમાની જેમ આ પાવાગઢ પરિક્રમા માટે યોજવા માટે પાવાગઢ પરિક્રમા સમિતી દ્વારા મહા જાગૃતિ અભિયાન હાથ ધરવામા આવ્યુ હતુ. જેના પગલે આ પરિક્રમાં ભાગ લેવા ગુજરાતભરમાથી મોટી સંખ્યામા ભકતો ઉમટી પડ્યા હતા.સાથે સાથે એનએનએસસહીતની વિવિધ સામાજીક સંસ્થાઓ પણ તેમા જોડાઈ હતી આ પરિ ક્રમાનો પ્રાંરભ વાઘેશ્વરી માતાના મંદિરેથી કરવામાં આવ્યો હતો. રાજયમંત્રી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને લીલી ઝંડી આપી હતી.જેમા યાત્રાના રુટ ઊપર આરોગ્ય,તેમજ સુરક્ષાની પણ ખાસ વ્યવસ્થા કરવામા આવી છે.
પાવાગઢ પરિક્રમા સમિતી તરફથી “પાવાગઢ પરિક્રમા”નુ આયોજન કરવામા આવ્યુ હતુ.જેમા મોટી સંખ્યામાં ગુજરાત સહિત અન્ય રાજયોમાંથી પણ પરિક્રમામાં જોડાવા ઉમટી પડ્યા હતા.જેમા મુખ્ય મહેમાન હાજર રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર તેમજ ભાજપના યુવાનેતા ૠત્વિજ પટેલ
દ્રારા કાર્યક્રમને ખુલ્લો મૂકવામા આવ્યો હતો.ત્યારબાદ પરિક્રમાને લીલીઝંડી આપી હતી
અહી પરિક્રમાવાસીઓ માટે વિનામુલ્યે ભોજનની વ્યવસ્થા કરવામા આવી છે.
જંગલના રસ્તાઓ પરથી જવાનો પણ રોમાંચ માણ્યો હતો.પચંમહાલ જીલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ એ ભારતની બાવન શક્તિપીઠમાની એક માનવામા આવે છે.