પંચમહાલ રાજુ સોલંકી
કાલોલ તાલુકાના એમ.જી.એસ હાઈસ્કૂલ ખાતે ડૉ.બાબાસાહેબ ની ૧૨૮ મી જન્મજયંતિ નિમિત્તે સમ્યક કવિ સંમેલન સાથે પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ ના અધ્યક્ષ નગર પ્રમુખ કીરીટભાઈ પટેલ,ઉદઘાટક વિરેન્દ્રભાઈ મહેતા અને મહેન્દ્રભાઈ બેલદાર ઉપ પ્રમુખ સહિત દિપ પ્રાગટય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આંબેડકર વિશે વિનોદ ગાંધીએ વક્તવ્ય આપ્યું હતું જ્યારે ડૉ રાજેશ વણકરે સર્જક કવિ વિજય વણકર નો પરિચય અને લોક સાહિત્ય ની વિસ્તૃત માહિતી આપી હતી જેમાં મૂળ પીગળી ગામ ના વતની અને અભણ માતા પિતા શંકરભાઈ અને ધુળીબેન જેઓના પૂત્ર એ ગામે ગામ ફરી ફરીને સાહિત્ય એકઠું કરી ભવિષ્ય ની પેઢી માટે ઉત્તમ કાર્ય કર્યું છે તેમના પરિવારજનો સાથે તેમના ધર્મ પત્ની પણ હાજર હતા આ પુસ્તક સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત સરકાર ની નાણાકીય સહાય થી પ્રકાશિત કરવામાં આવ્યું જે કાલોલ તાલુકાના નું ગૌરવ છે આ સમયે અન્ય મહાનુભાવો ડૉ.ડી.એમ.વણકર,ડૉ.મનુભાઈ મકવાણા,કે.પી વાઘેલા, અનિલભાઈ પરમાર, સંજયભાઈ વણકર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સર્જક કવિ વિજય વણકર અને તેમના માતા એ લોકગીત અને લગ્ન ગીત રજૂ કર્યા હતા.
આ તબક્કે સમ્યક કવિ સંમેલન યોજાયું હતું જેમાં પંચમહાલ, દાહોદ, વડોદરા, અરવલ્લી, આણંદ અને મહિસાગર જિલ્લાના કવિઓ ઉપસ્થિત રહી કાવ્ય પાઠ કર્યો હતો જેમાં કવિ ગણ વિનોદ ગાંધી, રાજેશ વણકર,દિના શાહ, પ્રવિણ જાદવ, કૌશિક પરમાર, કવિતા શાહ, શૈલેષ ચૌહાણ, મિતેષ રાવળ, પ્રવિણ ખાંટ, સતિષ ચૌહાણ, પ્રવિણ જાદવ દાહોદ,અજય ચૌહાણ, પ્રિયાશુ પટેલ, રાકેશ સાગર,ધિરજ વાઘેલા, શકીલ શેખ, દિલીપસિંહ પુવાર,જૈમિન ઠક્કર, કૌશિક પટેલ સુભાષ હરીજન, વિજય વણકર, શૈલેષ ચૌધરી,પિનલ સેવક, સહીત કવિઓએ કાલોલ શહેરને કાવ્ય મય બનાવ્યું હતું આ તબક્કે કાર્યક્રમ નું સંચાલન ગોવિંદભાઈ વણકર અને પ્રવિણ ખાંટે કર્યું હતું અને અંત માં આભાર વિધિ ઈશ્વર યોગી અને ડાહ્યાભાઈ અમીને કરી હતી.