પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ સહિત મહિસાગર દાહોદ જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે જિલ્લામાં મોટાભાગની કૃષિ પેદાશોની વાત કરવામાં આવે તો તેમાં ત્રણ ઋતુઓમાં અલગ અલગ પાક લેવામાં આવે છે પણ જયા પાણી ની સગવડ હોય ત્યાં જ આવા પાક લેવાય છે ઘઉંની પેદાશ માટે ભાલ પ્રદેશ જાણીતો છે તેમાં મોટાભાગના વિસ્તારોમાં ઘઉંનો પાક થાય છે ત્યારપછી જિલ્લામાં પણ ઘઉંનો સારો પાક થાય છે જિલ્લામાં આવેલા શહેરા કાલોલ હાલોલ ઘોઘંબા જાંબુઘોડા સહિત મહીસાગર દાહોદ જિલ્લામાં ઘઉંની સારી એવી ખેતી થાય છે મકાઈ જુવાર ડાંગર કરતા અન્ય પાકો કરતા ઘઉંની પાકમાં સારો એવો ભાવ મળે છે અને મોટા બજારોમાં પણ ઘઉંની સારી એવી માંગ રહેતી હોય છે દર વર્ષેની જેમ જિલ્લામાં આવેલી હજારો હેક્ટર જમીનોમાં ખેડૂતો સારી ઘઉંની વાવણી કરવામાં આવી છે આ વર્ષે ગત વર્ષ કરતાં ભારતમાં પડેલી હિમવર્ષા ને કારણે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે
ઘઉંના પાકને ઠંડીની મોસમ અનુકૂળ આવે છે
તેના લીધે ઘઉંનો પાક સારો ઉતરે છે જિલ્લામાં ઠંડીનું પ્રમાણ સારું એવુ થવાથી ઘઉંનો પાક સારો થવાની આશા ખેડૂતોને જાગી છે અને આનંદ ની લાગણી છવાઈ ગઈ છે પણ ખેડૂતોની માંગ છે કે ઘઉંનો સારો પાક થાય તો સારા એવા ભાવ પણ મળે આ બાબતે સરકાર દ્વારા ભાવ નક્કી કરવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો તરફથી ઉઠવા પામી છે ઘઉંના પાક તૈયાર થવાને હજુ વાર છે પણ ખેડૂતો એક સમસ્યા લઈને ભારે ચિંતિત બન્યા છે જયારે ઘઉંના પાક તૈયાર થઈ જયા બાદ તેને ખેડૂતોને નજીકના બજારમાં અનાજ ના વેપારીઓ પાસે વેચવા જાય છે ત્યારે અનાજના કેટલાંક લેભાગુ વેપારીઓ પોતાની રીતે મનફાવે તેમ ઘઉં ખેડૂતો પાસે થી ખરીદીને ભારે નુકસાન થવાની શક્યતા રહેલી છે ઘઉંના પાકની પાછળ ખાતર પાણી અન્ય ખર્ચોઓ પણ થતાં હોય છે આ રેતી જો યોગ્ય ભાવ ન આપે તો પોષાય નહીં અને ખોટ ખાવાનો વારો આવે ઘઉંનો પાક થવામાં સમય હજુ ચોકકસ લાગશે પણ સરકારી તંત્ર દ્વારા ભાવ નક્કી કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે
પંચમહાલ સહિત મહિસાગર દાહોદ જિલ્લામાં ઠંડીનું પ્રમાણ સારું રહેતા ઘઉંની બમ્પર ઉત્પાદન થવાની આશા.
Advertisement