પંચમહાલ, રાજુ સોલંકી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના રાજીનામાની માંગ સાથે ગોધરા કલેકટર કચેરી ખાતે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ સમિતીના અગ્રણીઓ, કાર્યકરોએ વિરોધ દર્શાવીને સુત્રોચ્ચાર કર્યા હતા.મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ એક જાહેર કાર્યક્રમમાં સ્વીકાર કરીને એક નિવેદન આપવામા આવેલુ હતુ.કે ભાજપાના શાસનમાં રાજ્યના મહેસુલ વિભાગ,ગૃહ વિભાગ, અને અન્ય વિભાગોમાં સૌથી વધારે ભષ્ટ્રાચાર થાય છે. જે ૨પ વર્ષ પહેલા નહોતુ તેઓશ્રીનુ નિવેદન સાબીત કરે છે. ભાજપના રાજમાં ભષ્ટ્રાચાર બેફામ ફુલ્યોફાલ્યો છે.અને રાજ્ય સરકારનો તેના ઉપર અંકુશ રહ્યો નથી,અને સરકાર વહીવટમાં સંપુર્ણ નિષ્ફળ નિવડેલ છે. સરકારે પ્રજાના વિશ્વાસ,આશા, અપેક્ષા સાથે છેતરપીંડી કરીને અન્યાય કરેલ છે.જે જે બાબત દુઃખદ્ અને ચિંતા પ્રેરિત હોઈ અને ભષ્ટ્રાચાર મુક્ત ગુજરાતની વાત કરતીગુજરાત સરકાર કરણી અને કથનીમા ભારે તફાવત હોઈ સરકારના મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીએ રાજીનામુ આપી દેવુ જોઈએ. તેવીમાંગ સાથે જીલ્લા કલેકટર કચેરીની બહાર પંચમહાલ જીલ્લા કોંગ્રેસ અગ્રણીઓની હાજરીમાં બેનરો પોસ્ટરો પ્રદર્શિત કરવામા આવ્યુ હતુ,સાથે મોટી સંખ્યામા કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
વિજયરુપાણી મચાવે શોર… ભાજપ સરકાર મહેસુલ ચોર…ના સુત્રોચ્ચાર સાથે પંચમહાલ કોંગ્રેસનો વિરોધ…
Advertisement