Proud of Gujarat
GujaratFeaturedINDIA

એચવીએન કંપનીના કૌભાડનો આકંડો કરોડોમા પહોચે તેવી શકયતા

Share

 

પંચમહાલ, રાજુ સોલંકી
ગુજરાતભરમાં ચકચાર જગાવનાર HVN કંપનીના ઠગ દંપતિ માલિકો સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. લોકોની પાસેથી નાણાં રોકવીને ડબલ રકમ, વધારે વ્યાજ આપવાની લોભામણી લાલચ આપીને પૈસા ચાઉ કરી ફરાર થઇ જતા કરોડો રુપિયાની છેતરપીંડીની ફરિયાદ પંચમહાલના એક રોકાણકાર દ્વારા ફરિયાદ CID ક્રાઇમને નોંધાવામા આવી હતી. તેના પગલે CID ક્રાઇમ દ્વારા કંપનીમાં ફરજ બજાવતા મેનેજરની ધરપકડ કરવામા આવી હતી. આ કંપની લોકોને નાણાં ડબલ, બોનસ, વ્યાજની લાલચ આપતી હતી.
પંચમહાલ જીલ્લામાં પણ ઘણા લોકોએ આ કંપનીમાં બચત થશે અને સારુ વળતર થસે તે આશાથી પૈસા રોકયા હતા. જેમને પણ આ રીતે નાણાં ડુબી જતા રાતા પાણીએ રોવાનો વખત આવ્યો છે. HVN કંપનીના એમડી સહિત અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ગોધરાના ગૂલાબસિંહે જણાવ્યુ હતુ કે, “એચવીએન રિયાલીટી એન્ડ એન્ટર પ્રાઇઝ કંપની જુન ૨૦૧૦થી ચાલતી હતી. જેમા રોકાણકારોએ રોકાણ કર્યુ હતુ. કંપનીના પ્લાનમાં રિકેરીંગ અને ફિકસ ડીપોઝીટના પ્લાન હતા. આ કંપનીના બે પ્લાન હતા. રીકેરીંગ પ્લાનમાં ત્રણ વર્ષ, ચાર વર્ષ અને પાંચ વર્ષનો પ્લાન હતો. જેમા સામાન્યવર્ગનો માણસ પૈસા ભરી શકે, પાંચ વર્ષનો પ્લાન પુર્ણ થાય તો કંપની ૧૦ ટકા વ્યાજ અને ૧૦ ટકા બોનસ સાથે કંપની પાકતી મુદતે નાણાં પરતની સ્કિમ હતી. માટે બીજા ફિકસ ડીપોઝીટ પ્લાનમા પાંચ વર્ષે અને અગિયાર માસે રુપિયા ડબલ, આઠ વર્ષે ત્રણ ગણી રકમ, દસ વર્ષ અને ત્રણ મહિનામાં ચાર ગણી રકમની સ્કિમ હતી. ૨૦૧૬ માર્ચ મહિનાથી પાકતી મૂદતના નાણાં આપવાનુ બંધ કર્યુ હતુ.
ગાંધીનગર ડીજી સાહેબને મળ્યા અને તેમને રજુઆત સાંભળી આગળ કેસ ફોરવર્ડ કર્યો અને CID ક્રાઇમને તપાસ સોંપી ત્યારબાદ ગુજરાતમાં આવેલી કંપનીની શાખાઓની ઓફીસે દરોડા પાડીને જરુરી વસ્તુઓ પણ જપ્ત કરવામાં આવી છે. હાલમા કંપનીના હેડ ઓફીસના રિઝનલ હેડ ઓફીસર અશોક પાલની ધરપકડ CID ક્રાઇમ દ્વારા કરવામા આવી રહી છે.પંચમહાલ જીલ્લાના શહેરા ગોધરા સહિતના અન્ય તાલુકાઓમાં ગ્રામીણ વિસ્તારોમાં એજન્ટોને રોકો લોકો પાસેથી નાણા ઊઘરાવી આ કંપની રફુ ચકકર થઈ જવા પામી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : અહેમદ પટેલનાં અવસાનથી પાલેજ પંથકનાં લોકોએ પોતાનાં સ્વજન ગુમાવ્યાનું અનુભવ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર : રોટરી ક્લબ દ્વારા શેરા પ્રાથમિક શાળાને હેપ્પી સ્કૂલ તરીકે પસંદગી કરતા હાંસોટ તાલુકામાં ખુશીનો માહોલ.

ProudOfGujarat

જુના ભરૂચ વિસ્તારમાં બે જેટલા જર્જરિત મકાન ધરાસાઇ થતા દોડધામ-એક વાહન ને નુકશાન કોઈ જાનહાની નહિ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!