મોરવા હડફ, રાજુ સોલંકી
પંચમહાલ જીલ્લાના (મોરવા હડફ )તાલુકાના ગણેશનીમુવાડી ખાતે રજા પુરીકરી પાછા ફરજ પર જતા ઓરિસ્સા ખાતે એક ટ્રેનઅકસ્માત સર્જાતા મોત થયુ હતું.તેમના પાર્થિવદેહને માદરે વતન લાવામા આવ્યો હતો.જ્યા અંતિમવિદાય માનસન્માન સાથે આપવામા આવી હતી.
મળતી વિગતો અનુસાર મોરવા હડફ તાલુકાના ત્રણ કીમી દુર ગણેશની મુવાડી ખાતે રહેતા બીએસએફ જવાન મહેન્દ્રસિંહ શંકરસિંહ ખાંટ BSFફરજ બજાવતા હોઈ પોતાના ઘરે રજા ગાળવા આવ્યા હતા. બુધવારે તેવોની રજા પૂર્ણ થતા તેઓ ઓરિસ્સા જવા ખનીકળ્યા હતા જ્યાં હાલમાં તીતલી વાવાઝોડા એ ઓરિસ્સાને ભારે તબાહી સર્જી છે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવકાર્ય ના સ્થળે પહોચવાનું હતું મહેન્દ્રસિંહ શંકરસિંહ ખાંટ પોતાના બીએસએફ કેમ્પ ઓરિસ્સા પહોંચતા પહેલા રસ્તામાં ટ્રેનમાં અકસ્માત સર્જાતા દુઃખદ અવસાન થયું હતું મહેન્દ્રસિંહ શંકરસિંહ ખાંટને સન્માન પૂર્વક તેમના વતનમાં પહોંચવા માટે તમામ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને તેમનાપાર્થીવ દેહને ગઈકાલે મોડી રાત્રે ઓરિસ્સાથી વિમાનમાર્ગે દ્વારા અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં તેમને તિરંગા ધ્વજ સાથે તેમના નશ્વર દેહને મોરવાડફ તાલુકાના ગણેશની મુવાડી ખાતે લાવવામાં આવ્યો હતો.અને તેમના પરિવારજનો ને સંદેશો આપવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના નશ્વર દેહને આજે સવારે બીએસએફ ના જવાનો એ મહેન્દ્રસિંહ શંકરસિંહ ખાંટનો દેહને અંતિમક્રિયા માટે સોપવામાં આવ્યો હતો જ્યાં બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી હતી જ્યાં બીએસએફ ના અધિકારીઓ ગ્રામજનો અને ગણ્યા ગાંઠિયા વહીવટીતંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં જવાન મહેન્દ્રસિંહ શંકરસિંહ ખાંટ પાર્થિવ દેહ ને શ્રદ્ધાજલી અર્પણ કરી હતી ત્યારબાદ જવાન મહેન્દ્રસિંહ શંકરસિંહ ખાંટની અંતિમ યાત્રામાં આખું ગામહિબકે ચડયું હતું.બીએસએફ જવાન ની અંતિમ સંસ્કાર મા મોરવા હડફ ના ધારા સભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટ સ્થાનીક અગ્રણીઓએ શ્રદ્ધાજલી આપી હતી.પરંતુ બીએસએફ જવાનના અકસ્માત મૃત્યુ નું દુઃખદ બાબત એ છે કે પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્ર ના એકપણ અધિકારીઓ આ સ્થળે જવાનને શ્રદ્ધાજલી કે સાંત્વના આપવા પણ આવ્યું ન હતું સમગ્ર તંત્ર દુખ ઘટના થી અંધારા મા હોય તેવું લાગે છે એકમાત્ર મોરવા હડફ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પરમાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેખાવમાં હાજર દેખાતા હતા અને સ્થાનિક મોરવા હડફનુ તંત્ર અજાણ હતુ ?એ પણ સવાલ છે.
બીએસએફ જવાન મહેન્દ્રસિંહ શંકરસિંહ ખાંટ પાર્થિવ દેહને હડફ નદી કિનારે અંતિમ સંસ્કાર કરતા પંચમહાભુતમાં વિલીન થયો હતો.
અત્રે નોંધનીય છે એક જ દિવસે પંચમહાલના બે જવાનોને અંતિમ સંસ્કાર કરવામા આવ્યા હતા.જેમા શહેરાના નવી વાડીખાતે આર્મીમા ફરજ બજાવતા રાજેશભાઇ ભોઇનુ શ્રીનગર ખાતે અવસાન થયુ હતુ.તેમનો પણ અગ્નિસંસ્કાર સોમવારે કરવામા આવ્યો હતો.