વિજય સિંહ સોલંકી ,શહેરા( પંચમહાલ)
શહેરા તાલુકાના લાભી ગામે આવેલા સિંચાઈ તળાવ પાસેથી ગામથી શહેરા અને ગોધરા હાઈવેને જોડતોમુખ્ય માર્ગ પસાર થાય છે. સેગપુર ગામ પાસેથી આ નીકળતો રસ્તો પાલિખંડા ગામે મરુડેશ્વર મંદિર પાસે મુખ્ય માર્ગે મળે છે. લાભી ગામમાથી પસાર થતો આ રસ્તો ગામ લોકોની માટે જીવાદોરી સમાન છે. જે તાલુકાના મુખ્ય મથક શહેરાને જોડે છે. આ રસ્તો લાભી ગામમાથી આશરે ૩ કિમીનું અંતરકાપે છે. લાભી ગામના સિંચાઈ તળાવ પાસેથી આ રસ્તો પસાર થાય છે. ત્યાથી આ રસ્તા પાસે સહેજ ઢોળાવ પણ આવેલો છે. આ ઢોળાવની આસપાસ જ પાનમ હાઈલેવલ કેનાલ આવેલી છે. આ રસ્તા ઉપર વાહન વ્યવહારની ભારે અવરજવર રહે છે. આ રસ્તા ઉપર શાળાએ જતા બાળકોતેમજ ગામના મુસાફરો પણ અવર જવર કરે છે. આ ઢાળ સીધો હોવાને કારણે આની આસપાસ રેલીંગ ના હોવાનેકારણે શરતચુક થાય તો કેનાલનીબાજુમા આવેલા ખાડામા ખાબકવાની દહેશત વર્તાઈ રહી છે. ઝાડી ઝાખરા હોવાનેકારણે કેનાલનો પણ ભાગ દેખાતો નથી. જેના કારણે ગ્રામજનો દ્વારા જવાબદારં તંત્રદ્વારા રોડની પાસેના ઢાળની આસપાસ રેલિગ મુકવામા આવે તેવી માંગ કરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે. આ ઢોળની આસપાસ જે ખાડો છે આશરે ૩૦ ફુટની આસાપાસ ઉંડો ખાડો છે અને ના કરે નારાયણ વાહનચાલકો જો કાબુ ગુમાવે તો સીધુ ખાડામા ખાબકે તેવી શકયતાઓને નકારી શકાય તેમ નથી.લાભી ગામમાથી પસાર થતો આ રસ્તો સેગપુર, પાનમડેમ સહીતના ગામોને જોડે છે.અહીથી મોટા વાહનો પણ પસાર થયા છે. નાની અમથી ચુકને કારણે મોટીદુર્ઘટનાસર્જાઈ શકે છે. ત્યારેગ્રામજનો દ્વારા આ રસ્તાની આસપાસ તાત્કાલિક ધોરણે રેલિંગ બનાવામા આવે તેવી માંગકરવામા આવી રહી છે