વિજયસિંહ સોલંકી, શહેરા,
પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૂપે જિલ્લામાં ૨૪/૪/૨૦૧૮ રોજ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવણી કરવામા આવી હતી.જેમા શહેરા તાલુકાના લાભી ગામ ખાતે ગ્રામસભાનુ આયોજન કરવામા આવ્યું હતું.જેમા વિવિધ ગ્રામવિકાસના પ્રશ્નો રોડ,રસ્તા,તેમજ આવાસના પ્રશ્નો શાળાના નવા ઓરડા બનાવાની રજુઆત કરવામા આવી હતી.જેમા સરકારી પ્રતિનીધી તરીકે શહેરા તાલુકા તાલુકા વિકાસ અધિકારી , તલાટી કમમંત્રી, સરપંચ, ઊપસરપંચ, પંચાયત સભ્યો, ડેલીગેટ,આગંણવાડી કાર્યકરબહેનો , આશાવર્કર બહનો, યુવાનો ગ્રામજનો વડીલો હાજર રહ્યા હતા.અઁને ગ્રામજનો દ્રારા પ્રશ્નોની રજુઆત કરવામા આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર શહેરાના લાભી ગામે ગ્રામ સભાનુ આયોજન પંચાયત કચેરી ખાતે કરવામા આવ્યુ હતુ.જેમા સરકારી પ્રતિનીધી તરીકે શહેરા તાલુકા વિકાસ અધિકારી ડી.આર. ચૌહાણ હાજર રહ્યા હતા.સરપંચ હરીશભાઇ બારીયા એ તેમનુ શાબ્દિક સ્વાગત કર્યું હતું.ત્યારબાદ તલાટી કમમંત્રી પ્રવિણભાઇ બારીયાએ વિવિધ સરકારી યોજનાની જાણકારી આપી હતી.તેમજ ખેતીવાડી ખાતા વિવિધ ઓજારો સાધનો માટેની સબસીડી માટેની યોજનાનો લાભ તેમજ સબસીડીનો લેવા પણ અનુરોધ કર્યોં હતો.ગ્રામજનો દ્વારા ગામમા રોડ રસ્તા,તેમજ આવાસ યોજનાનો અમલ થાય તેની રજુઆત કરવામાં આવી હતી.શાળાના ઓરડાના નવીનીકરણ માટે રજુઆત કરવામાં આવી હતી.આ પ્રસંગે ઉપ સરપંચ જયેશકુમાર પગી,પંચાયતના સભ્યો, શાળાના આચાર્યશ્રીઓ અલ્પેશ પટેલ, ચંદ્રકાંત પટેલ યુવાનો વડીલ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.