( વિજયસિંહ સોલંકી, શહેરા )
પંચમહાલ ના શહેરાનગર ના બસ સ્ટેશન પાસે લખારા સોસાયટી પાસેથી બાતમીના આધારે એક માર્શલ ગાડીમાથી વિદેશી તેમજ પરપ્રાન્તિય દારુનો જથ્થો પકડી પાડી એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગાડીનાચાલકે દારુનેગાડીની છતમા ખાનુ બનાવીને છુપાવાની કોશિષ કરી હતી જેથી પોલીસને દારુ શોધવામા વાર લાગી હતી પણ છેવટે પોલીસે ગાડીમા છુપાવેલો દારુ શોધી કાઢી પ્લાનને પોલીસને ચકમો આપવાના પ્લાનને નિષ્ફળ બનાવ્યો હતો.
પ્રાપ્તવિગતો અનુસાર શહેરા પોલીસને બાતમી મળી હતી કે નગર ના હાઇવે માર્ગ ઉપરથી એક માર્શલ ગાડીમા દારુભરીને પસાર થવાની છે. આથી શહેરા પોલીસે વોચ ગોઠવી રાખી હતી અને બાતમીના વર્ણનવાળી માર્શલ ગાડી જી.જે.૬.જેજે. ૩૨૨૩ આવતા તેને રોકતા ગાડીમા તપાસ હાથ ધરી હતી. આખી ગાડીમા તપાસ કરતા પોલીસને દારુ મળ્યો ન હતો. પણ છેવટે પોલીસને ગાડીની બેઠકના ઉપરના ભાગે શક જતા પતરાને ખોલવામા આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. અંદર ખાના બનાવીને વિદેશી અને પરપ્રાન્તિય દારુની બોટલો છુપાવેલી હતી.દારુની હેરાફેરી માટે અને પોલીસના ચકમો આપવા માટેના અવનવા કિમિયાથી પોલીસ પણ ચોકી ઉઠી હતી.પોલીસે માર્શલ ગાડીના ચાલક કીશનપુરી મહેન્દ્રપુરી ગોસાઇ રહે મોટી કાંટડી તા ગોધરાની પણ ધરપકડ કરી હતી.પોલીસે ગાડી ૧,૫૦,૦૦૦ તેમજ દારુની બોટલો સહીતનો ૬૨,૬૫૦ રુપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.પ્રાથમિક પુછપરછમાં દારુ મહેશભાઇ મણીલાલ પટેલ રહે આનંદનગર ગોધરાના કહેવાથી કમલેશભાઈ રતનભાઇ ડામોર રહે, મેઘાનીસર તા.ઝાલોદ,જિ,દાહોદ ને ત્યાથી ભરાવ્યો હતો.અને નદીસર ગામે રમેશભાઇ નામના શખ્શને ત્યા પહોચાડવાનો હતો.જોકે શહેરાપોલીસની ટીમે દારુ પકડી પાડ્યો હતો.
અત્રેઉલ્લેખનીય છે કે ગુજરાતમા ભલે દારુબંધીની વાત કરવામા આવતી હોય પણ આ બધી વાતો માત્ર કાગળ ઉપર છે. બાકી બુટલેગરો માટે દારુની હેરાફેરી હવે એક જીવનનો એક ભાગ બની ગયો છે. એમ કહીએ તો ખોટુ નહી .પોલીસને ચકમો આપવા અવનવા કીમીયા પણ અપનાવે છે.
થોડા સમય પહેલા રાજગઢ પોલીસે એક બુટલેગર ના ઘરના પાછળના ખેતરમા એક ખાળકુવા છુપાવેલો દારુ લાખો રુપિયાની દારુની પેટીઓ શોધી કાઢી હતી.જીલ્લામા બુટલેગરો દ્વારા દારુની હેરાફેરી હવે નવાઈની વાત નથી .જોકે શહેરા પોલીસ બુટલેગરની પકડી પાડી દારુનો જથ્થો પકડી પાડવામા સફળતા મળી હતી.