Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા અભ્યારણ્યમાં નારુકોટ પાસેના જંગલ વિસ્તારમા આગ લાગી.

Share

 

Advertisement

વિજયસિંહ સોલંકી,જાંબૂઘોડા, (પંચમહાલ)

 

પંચમહાલ જીલ્લામા આવેલો દક્ષિણ વિસ્તાર ગાઢ જંગલોથી આચ્છાદિત છે.હાલમા ઉનાળો હોવાને કારણે લીલોછમ વિસ્તાર સુકોભઠ્ઠ બની જતો હોય છે.તાજેતરમા પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢના કેટલાક જંગલ વિસ્તારમા આગ લાગવાની  પણ ઘટના બની હતી. ઉનાળો આવતા  પંચમહાલ જીલ્લાના આ દક્ષિણ વિસ્તારમા આગ લાગવાની ઘટનાઓ ઉનાળામા બનતી રહે છે. જોકે આગ લાગવાના બનાવો તે ચિંતાનો પણ વિષય છે. આગ લાગવાને દવ લાગવો એમ પણ કહેવામા આવે છે. ત્યારે આગ લાગવાની આઘટનાઓને કારણે ઘણીવાર વન્યસંપ્રદાઓનુ પણ નિકંદન નીકળી જતુ હોય છે.વન્ય પ્રાણીઓના જીવ ઉપર પણ જોખમ રહે છે. આગ લાગવાની ઘટનાઓ ચિંતાજનક વધારો થયો છે. જાંબુઘોડા વન્ય વિસ્તારમા આગ લાગી હતી વન વિભાગ આગ પર કાબુ મેળવવા દોડધામ મચાવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર જાંબુઘોડા અભ્યારણ્ય  વિસ્તારમા આવેલા બે  જંગલ વિસ્તાર દવની  ઝપેટમા આવી ગયા હતા અને આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા  નારુકોટ વિસ્તારમા આગ લાગવાનીઘટના બની હતી.ત્યારે જંગલ વિસ્તારમા રહેતા પ્રાણીઓમા ભારે નાસભાગ મચી જવા પામી હતી.જંગલના અન્ય વિસ્તારમા પણ આગ લાગવાની ઘટના બની હોવાથી વન વિભાગ ત્યા પહોચ્યુંહતુ. ત્યા તો આગ ફેલાઈગઈ હતી. આગે વિકરાળ  સ્વરુપ ધારણ કર્યુ હોવાને કારણે  આગ પણ કાબુ મેળવવા વન વિભાગ દોડતું થયુ હતુ.અત્રે નોધનીય છેકે  જાંબુઘોડાના વન વિસ્તારમા મહુડાનાવૃક્ષો આવેલા છે. ત્યારે હાલ મહુડાના વૃક્ષો ઉપરથી  મહુડાના  ફુલો પડવાની સીઝન ચાલી રહી હોવાને કારણે  સુકા પાન ખરતા  હોવાને  કારણે  અડચણ રુપ બનતા આગ લગાવામા આવતી હોવાનુ પણ ચર્ચાઈ રહ્યું છે.

 


Share

Related posts

શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત નવનિર્માણિત થઈ રહેલ

ProudOfGujarat

આમોદમાં ૧.૫૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ શોપિંગ સેન્ટરની નગરપાલિકા દ્વારા હરાજી ન થતા જર્જરિત હાલતમાં

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં ભકતજનોએ શ્રદ્ધાપૂર્વક દશા માઁ ને પોતાના નિવાસ સ્થાને બિરાજમાન કરી વ્રતની શરૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!