Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકાના વાવકુલ્લી ગામે બનાવેલા શૌચાલયો બિસ્માર હાલતમાં.

Share

વિજયસિંહ સોલંકી, ઘોંઘબા, (પંચમહાલ)
દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદી ભારતને સ્વચ્છ ભારત બનાવાના અભિયાનના સપનાને સાકાર કરવા ગામેગામ  શૌચાલય બને એ દિશામાં જાગૃતિ લાવવા પ્રયત્ન કરી રહ્યાછે. પોતાના ભાષણોમાં પણ શૌચાલયનો ઉપયોગ કરવા પર ભાર મુકે છે.જેથી આપણા ઘરની આસપાસ સ્વચ્છતા રહે અને સ્વચ્છ ભારત અભિયાનનુ સપનુ સાકાર થાય.પણ જ્યારે શૌચાલયો જ નબળા બાંધકામ વાળા બનાવામા આવે તો પછી સ્વચ્છતાની વાત જ ક્યા રહી .ત્યારે હવે ગ્રામવિસ્તારોમાં પણ લોકો ખુલ્લામાં લઘુશંકા જવાને બદલે શૌચાલયોઁનો ઉપયોગ કરવો જોઈએ તેવી સમજ અને જાગૃતિ આવી છે.પરંતુ  જવાબદાર વિભાગ દ્રારા આ શૌચાલય બનાવામા આવે છે.તેનુ બાંધકામ નબળી ગુણવત્તાવાળુ હોવાને કારણે  ગ્રામવાસીઓમા પણ આક્રોશ જોવા મળી રહ્યોછે.પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલુકામાં કઈક આવુ ચિત્ર જોવા મળી રહ્યુ છે.ઘોંઘબા તાલુકાના વાવકુલ્લી ગામે જવાબદાર તંત્ર દ્રારા બનાવામા આવેલા શૌચાલયો નબળી કક્ષાના બનાવ્યા હોવાની બુમ વ્યાપક બુમ ઉઠવા પામી છે.અને આવા બનાવેલા શૌચાલયોની કામગીરી તપાસ કરવાની પણ માંગ ઉઠવા પામી છે.
       પ્રાપ્તવિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છેવાડે આવેલુ  વાવકુલ્લી ગામ ૪૫૫૯ જેટલી વસ્તી ધરાવે છે ગામમાં આવેલા ફળિયા ઓમાં  શૌચાલયો બનાવામાં આવ્યા હતા અહી શૌચાલય બની રહયા હતા ત્યાર થીજ નબળી કક્ષામાં ક્ક્ષાનાં બની રહયા હોવાનું ગ્રામજનોને લાગી રહયું હતું .વાવકુલ્લીના ગ્રામજનો દ્રારા આક્ષેપ લગાવામા આવી રહ્યોછે.આ બનાવેલા શૌચાલયમાં એક ઈટ ની દીવાલ ઉભી કરાઈ ને દરવાજા  નબળી ક્ક્ષાના લગાડેલા  હોવાથી તે નીકળી જવાની સાથે તૂટી ગયા હતા અને સંડાસ નાં ટબ પણ નામનાજ હતા  શોષ ખાડા પણ અમુક શૌચાલય માં તો જોવા મળી રહયા ન હતા.
     આ અંગે ગામના જાગૃત નાગરિક કેશરભાઈ અને ગોવિંદભાઈ નાં  જણાવ્યા અનુસાર ગામમા બનાવામાં શૌચાલય હલકી ક્ક્ષાનાં હોવાનું  કહી રહયા છે .ત્યારે તંત્ર દ્વારા આની તપાસણી કર્યા બાદ બીલ ની ચુકવણી કરી હશે કે શું ? તે પણ એક સવાલ છે. તાલુકા અને જીલ્લા નું તંત્ર શૌચાલય મુક્ત હોવાનું કહી રહયા છે પણ અહી બનાવામાં આવેલા  શોચાલય ની કામગીરી જોતા એમ લાગે છે કે જવાબદાર તંત્ર દ્વારા આની તપાસ કર્યા બાદ શોચાલય ની ગ્રાંટ આપવાની હોય છે પણ સરકાર દ્વારા જે હેતુ થી ગ્રાંટ આપવામાં આવતી હોય છે .તેનો યોગ્ય રીતે ઉપયોગ થતો નથી તેવી ચર્ચાઓ અહીના ગામલોકો માં થઈ રહી છે સરકાર દ્વારા જન જન સુધી વિવિધ યોજના  મળે તેવા ઉમદા વિચાર સાથે યોજનાઓ અમલ માં મુકતા હોય પણ જવાબદાર તંત્ર ની મીઠી નજર નાં કારણે  સરકારી ગ્રાન્ટો નો દુર ઉપયોગ થતો હોય છે  વાવકુલ્લી ગામમાં બનાવામા આવેલા શૌચાલયો સહિત ગ્રામ પંચાયતમાં આવેલ પાંચ વર્ષ દરમિયાન ની ગ્રાંટ નો ખરો ઉપયોગ થયો છે કે નહી તેની તપાસ કરવામાં આવે તેવી માંગ ગ્રામજનો માંથી  માંગ ઉઠવા પામી છે
    અત્રે ઉલ્લેખનીય છેકે પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકા નાં વાવકુલ્લી ગામ માં એક વર્ષ અગાઉ  વિવિધ વિસ્તારો માં શૌચાલયો બનાવામાં આવેલ હતા જેમાંથી અમુક શૌચાલય નબળી નાં બન્યા હોવાથી ગ્રામજનો માં બુમો ઉઠવા પામી છે.
જિલ્લાતંત્ર દ્રારા વધુ સંખ્યામાં શૌચાલય બનાવ્યા હોવાની વાત કરવામા આવે છે.પણ જે શૌચાલયો ગુણવત્તા વગરના બનાવામા આવ્યા છે.તેની તપાસ જવાબદાર તંત્ર દ્રારા તપાસ કરવામા આવશે ખરી?

Share

Related posts

પંચમહાલ : સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ મોરવા હડફ દ્વારા માઈક્રોસોફ્ટ ટીમ વડે ગુરૂ પૂર્ણિમાની ઓનલાઇન ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

છોટાઉદેપુર જિલ્લામાં દિવાસા તહેવારની ઉજવણી શરૂ થઈ…

ProudOfGujarat

અંકલેશ્વર- બળાત્કારનો ભોગ બનેલી 14 મહિનાની બાળકીના પરિવાર જનોને અંકલેશ્વરના જાગૃત યુવાનો દ્વારા આર્થિક સહાય કરવામાં આવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!