પંચમહાલ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ કચેરીના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીની અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર દેશી ગાય ધરાવતા ખેડૂતોને નિભાવ સહાય અને પ્રાકૃતિક ખેતી માટે કીટ સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરનારા ખેડૂતોએ અરજીઓની નકલ જરૂરી સાધનિક કાગળો સાથે ૨૨/૦૮/૨૦૨૦ સુધીમાં રજૂ કરવાની રહેશે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીમાં જોડવા અને પ્રોત્સાહન મળે તે હેતુથી દેશી ગાય ધરાવતા ખેડૂતને પ્રતિ માસ પ્રતિ ખાતા દીઠ રૂ. ૯૦૦/-ની નિભાવ ખર્ચ સહાય અને અન્ય યોજનામાં પ્રાકૃતિક ખેતીની કીટ સારૂ રૂ. ૧૩૫૦/-ની મર્યાદા અથવા ખરીદ કિંમતના ૭૫ ટકા સુધી સહાય આપવાની યોજના અમલમાં છે. આ માટે ખેડૂતોએ ૦૫/૦૭/૨૦૨૦થી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવામાં આવી રહી છે. આ બંને યોજનાઓમાં અરજી કરવાની છેલ્લી તારીખ તા. ૧૫/૦૮/૨૦૨૦ હોઈ અરજી કર્યાથી સાત દિનની મર્યાદામાં એટલે કે તા. ૨૨/૦૮/૨૦૨૦ સુધીમાં જરૂરી સાધનિક કાગળો સાથે રજૂ કરવા યાદીમાં જણાવાયું છે.
પંચમહાલ રાજુ સોલંકી