વિજયસિંહ સોલંકી, લુણાવાડા
મહિસાગર જીલ્લાના લુણાવાડા ખાતે આવેલા સાકા મેદાન પાસે આવેલી ઝાડીઓમાં ગેરકાયદેસર રીતે બાંધી રાખવામા આવેલા ગૌવંશને મહીસાગર પોલીસની મદદથી બચાવી પાંજરાપોળ ખાતે ખસેડવામા આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર મહિસાગર જીલ્લાના લુણાવાડા સહીતના વિસ્તારોમા ગૌરક્ષક તરીકેકામ કરતા વિનોદભાઈ પંચાલ અને શિવસેનાના લાલાભાઈ ગઢવીને ફોન રાહે કોઈ વ્યકિત દ્વારા જાણ કરવામા આવી હતી કે સાકા મેદાનની પાસે ઝાંડીઓમા ગેરકાયદેસર રીતે ગૌવંશ બાધવામા આવેલા છે.રાતે જાણ તથા આ બંને ગૌરક્ષોઓ બચાવાનો નિર્ણય લીધોપણ ત્યા જગ્યા ઉપર પહોચવું જરા જોખમ ભર્યું હતું બીજુ કે આવી જગ્યા પર એકલા જવાને કારણે ગૌવંશની હેરાફેરી કરનારા તત્વો હુમલો પણ કરી બેસે તેવી શંકા સેવાઈ રહી હતી તેના કારણે લાલાભાઈ ગઢવી શિવસેના પ્રમુખ(પંચમહાલ- મહિસાગર) દ્વારા મહીસાગર પોલીસનો સંપર્ક કરવામા આવ્યો. અને તાત્કાલિક પોલીસ કાફલો દોડી આવ્યો આવ્યોઅને બાતમી વાળી જગ્યાએથી ગૌવંશને બચાવી લેવામા આવ્યા છે. ગોધરા ખાતેની જીવ કલ્યાણ પાજરાપોળ ખાતે મોકલી દેવામા આવ્યા હતા.