Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

પંચમહાલના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢના જંગલ વિસ્તારમા લાગેલી આગ પર કાબુ મેળવવા તંત્રની દોડધામ

Share

( વિજયસિંહ સોલકી,  પાવાગઢ )

ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર આવેલા જંગલના સુકા વન વિસ્તારમાં  લાગતા   ભારે દોડધામ મચી જવા પામી હતી. ધીરેધીરે લાગેલી આગે  પવનના કારણે મોટું  સ્વરુપ ધારણ કર્યું હતું.   ચૈત્રી નવરાત્રી  હોવાને કારણે લાખો  ભાવિક  ભક્તો દ્વારા મા મહાકાળીને  દર્શને આવી રહ્યા છે. ત્યારે કોઈ જાનહાની ના બને તે માટે તંત્ર એલર્ટ બન્યું છે.  જંગલમા લાગેલી આગ બુઝાવવા માટે ફાયર ફાયટરની ટીમો અને વન વિભાગની ટીમો જંગલમાં આગને કાબુમાં લેવાના પ્રયત્નોમાં જોતરાઈ હતી આગને કાબુમાં લેવાના યુદ્ધના પ્રયત્નો શરૂ કર્યા હતા. ઉનાળાની શરૂઆત થતા જ જંગલ વિસ્તારમાં રહેલા પાંદડા અને સૂકા ઘાસ અને ઝાડી ઝાંખરામાં આગ લાગવાના બનાવો છાશવારે બનતા હોય છે. પરંતુ આગે પવનના જોરને કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું પાવાગઢ ડુંગર પર ખુણીયા મહાદેવ ની ઉપર ની બાજુ  લાગેલી આગ પર્વત ની ત્રણે તરફ ફેલાઈ હતી . જંગલના  સાત હેક્ટરથી વધુના વિસ્તારમાં આગ ફેલાઇ.આગની ઘટનાને પગલે  વન વિભાગ દ્વારા સાવચેતીના પગલાં રૂપે આગ ડુંગર ઉપરથી નીચે ઉતરે તો તેને આગોતરી કાબુમાં લેવા માટે કોથળા તેમજ પાણીના કેરબાની સાથે અલગ અલગ ટીમોને પાવાગઢના અનેક સ્થળ પર રાખવામાં આવી છે યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર ગત  સાંજના સમયે જંગલમાં દવ લાગ્યો હતો જેને લઈ જિલ્લાની  વન વિભાગ ની ટીમો હાલ જંગલ માં આગ ને કાબુ માં લેવા ના પ્રયત્નો કરી રહી છે જોકે  આગ  જે  જગ્યા  ઉપર લાગી  છે. માનવરહિત વિસ્તાર હોવા થી કોઈ પણ પ્રકારે જાનહાની થઇ ન હતી .આગ પાવાગઢ ના 7 હેકટર થી વધુ ના વિસ્તાર માં પ્રસરેલી હોવા ના કારણે ટીમો તૈનાત રાખવા માં આવી છે તેમજ 50 જેટલા કર્મચારીઓ પણ સ્ટેન્ડ બાય રાખવા માં આવ્યા છે. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા ને સતત સાથે રાખી ને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વધારવામાં આવી છે . પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવતા યાત્રિકો સાથે લાવેલ દિવા બત્તી તેમજ અગરબત્તી જેવી ચીજ વસ્તુ ઓ સૂકા પાંદડા ઓ થી દુર રાખે વન વિભાગ દ્વારા જાહેર અપીલ કરવા માં આવી છે. જેના કારણે સુકા જંગલ વિસ્તારમાં લાગતી આગને અટકાવી શકાય . ઉનાળા ની શરૂઆત થતા જ જંગલ વિસ્તાર માં રહેલ પાંદડા અને સૂકા ઘાસ અને ઝાડી ઝાંખરા માં આગ લાગવા ના બનાવો છાસવારે બનતા હોય છે  .

Advertisement

Share

Related posts

ખેડા જીલ્લાના માતર પાસેના નેશનલ હાઇવે પર આઈસર ટ્રકે ટ્રેક્ટરને પાછળથી ટક્કર મારતાં એકનું મોત, એક ઘાયલ

ProudOfGujarat

અંકલેશ્વર- ખરોડ ગામ ની સીમ મા એક યુવાનની લાશ મળી આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો…

ProudOfGujarat

પંચમહાલ : ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલેશભાઈ શ્રીમાળીને ગોધરા નગરમાં અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!