પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં સુવિધાઓથી સજ્જ તાલુકા સેવા સદનની ઇમારતને આજે સ્થાનિક ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા ખુલ્લી મુકવામા
આવી હતી.સાડા નવ કરોડના ખર્ચે બનેલી ઈમારત તાલુકાની મોટાભાગની સરકારી કચેરીઓ કાર્યરત હશે.
પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે નવીન બનેલી શહેરા સેવાસદનની આધુનિક અને સાડાનવ કરોડના ખર્ચે બનેલી બિલ્ડીંગનું શહેરાના ધારાસભ્યના હસ્તે રીબીન કાપીને લોકાપર્ણ કરવામા આવ્યુ હતુ.૨૪ મોટા હોલ ધરાવનાર અને ત્રણમાળ વાળી આ ઇમારતમાં ૬૦,૦૦૦ ચો ફુટ જેટલો ઘેરાવો ધરાવે છે.જેમા લીફટ,બગીચો,પાર્કીંગની સુવિધા સાથે સાથે મામલતદાર,પ્રાન્ત,સબ રજીસ્ટ્રાર,સિંચાઈ,પાણીપુરવઠો,વનવિભાગ,પોસ્ટઓફીસ,જમીન વિકાસ નિગમ,સીટીસર્વેસહિતની ઓફીસો રહેશે.શહેરા નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોને અલગ અલગ સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે જવું પડશે નહીં. તાલુકાની મહત્વની કચેરીઓ એક જ બિલ્ડિંગમાં કાર્યરત થઈ રહી છે.જેને લઇને આનંદની લાગણીતાલુકાના ગ્રામિણોમાં જોવા મળી રહી છે.શહેરાના મામલતદાર, પ્રાન્ત અધિકારી,નાયબ કલેકટર સહિત અધિકારીઓ અને જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.