પંચમહાલ રાજુ સોલંકી
લુણાવાડા તાલુકાના કોઠંબા પાલ્લા ગામના ખોડિયાર માતાના મંદિરમાં બે દિવસ પહેલા ચોરી થઈ હતી.મંદિર માં ચોરી થઈ છે ની જાણ ગામ લોકોને થતા રાત્રીના સમયે ગામ લોકો જાગતા હતા તે દરમિયાન મંદિરમાં જીવતો મગર મંદિરમાં જોવા મળતા લોકો માં આસ્થામાં વધારો થયો હતો અને ગામના લોકો હજારોની સંખ્યામાં મંદિરે ફૂલ અને કંકુ લઈ ઉમટી પડ્યા હતા અને મગર ઉપર ફૂલ અને કકું ની વર્ષા કરી મગરની સેવા કરી હતી.આ મંદિરના સમાચાર વાયુવેગે પ્રસરતા જંગલ ખાતાના અધિકારીઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને મગરનું રેસ્ક્યુ કરવાની તૈયારી કરતા હોય ગ્રામજનોને આ વાતની ખબર પડતાં તેમને વિરોધ કર્યો હતો અને મગર રેસ્ક્યુ નહિ કરવા માટે ઉગ્ર બોલાચાલી કરી હતી આ ઉગ્ર બોલાચાલીની જાણ જિલ્લા વિકાસ અધિકારીને થતા જ તાત્કાલિક સ્થળ ઉપર દોડીઆવ્યા હતા અને ગ્રામ જનોને સમજાવી મગરનો રેસ્ક્યુ કરી બાજુના તળાવમાં છોડી મુકવામાં આવ્યો હતો.