ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પ્રાથમિક મિશ્ર શાળા સુડી તાલુકો આમોદ ખાતે તારીખ ૧૯ મી નાં રોજ જંબુસર ધારાસભ્ય તેમજ આમોદ તાલુકા પ્રમુખ હસ્તે દીપ પ્રગટાવી વિજ્ઞાન મેળા ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
શાળાની બાળાઓ એ પ્રાર્થના રજૂ કરી હતી. શાળા ના શિક્ષક શ્રી શકીલ ભગતે સ્વાગત પ્રવચન કર્યું હતું.આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો ને પ્લાસ્ટિક થી પર્યાવરણ ને બચાવવા લોકો પ્લાસ્ટિક ની થેલીઓ છોડી કપડાં ની થેલીઓ નો ઉપયોગ કરે એવો સઁદેશ લોકો સુધી પોહચડવા શાળા તરફ થી “ઇકો ફ્રેન્ડ થેલી” શાળા તરફ થી વિતરણ કરાઈ હતી.એક છોડ નું પણ વિતરણ કરાયું હતું.ગો ગ્રીન અંક નું વિમોચન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત મહેમાનોએ પ્રસંગ ને અનુરૂપ પ્રવચન કર્યું હતું.
શાળાના શિક્ષકો સર્વ શ્રી બી આર સી બકીમ એ આભાર વિધિ કરી હતી જ્યારે સમગ્ર કાર્યક્રમ નું સચાલન અભલી મહમદ રફીક એ કર્યું હતું.
વિજ્ઞાન મેળા માં આમોદ તાલુકા ની શાળાઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. કૃતિ ઓ રજૂ કરનાર શાળા ને ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.