ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પાલેજ હાઈવે નજીક આવેલી બંધ પડેલી પંચવટી હોટલ માં મગર આવી જતા આ વિસ્તારના લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો
તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે પાલેજ જી.આઇ.ડી.સી તેમજ સાંસરોદ ગામની ખેતીની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલનું પાણી તેમજ ખાડીના પાણી ઓવરફ્લો થતા પાંચ ફૂટનો મગર પાલેજ તરફ આવી ગયો હતો
બુધવાર તારીખ 25મીના રોજ સવારે સાડા આઠ વાગ્યાના સુમારે પંચવટી હોટલમાં અંદર કાઉન્ટર ના ખાનામાં વન્યજીવ મગરી આવી જતાં તેની જાણ હોટલના માલિક દ્વારા વનવિભાગને કરવામાં આવી હતી વન વિભાગના આર.એફ.ઓ મહેન્દ્રસિંહ કઠવાડિયા,યોગેશ પટેલ ફ્રેન્ડ ઓફ એનિમલ્સ તથા કામધેનુ ગૌ રક્ષા સમિતિ તેમજ અંકલેશ્વરના જીવદયાપ્રેમી સંજય પટેલને જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી પાંચ ફૂટ લાંબાં વન્યજીવ અને રેસ્કયુ કરી પાંજરે પૂરવામાં આવ્યો હતો હાલમાં મગરને વન વિભાગ સ્થિત રેવા નર્સરી નીલકંઠેશ્વર ભરૂચ ખાતે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવેલ છે ફિટનેસ ચેક બાદ તેને સરદાર સરોવર ઓફ ક્રોક હેરીટેજ એરિયામાં મુક્ત કરવામાં આવશે.