ઇમરાન ઐયુબ મોદી – પાલેજ
પાલેજ ની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કોમ્પ્યુટર સિસ્ટમ દસ દિવસથી બંધ રહેતા પાલેજની મુખ્ય કચેરી માં અને ૧૨ જેટલા ગામોમાં બ્રાંચ પોસ્ટ ઓફિસ ની કામગીરી ન થતાં ૧૦ હજારથી વધુ ગ્રાહકો અને એજન્ટો દસ દિવસથી હાલાકીનો સામનો કરી રહ્યા છે ગ્રાહકો કચેરી નાં ધરમના ધકકા ખાઇ રહયા છે
તાજેતરમાં પડેલા ગાજવીજ સાથેના ભારે વરસાદના કારણે વીજપુરવઠો હાઈ થઈ જતાં નુકસાન પહોંચતાં વીજ ઉપકરણ બળી જતાં જેના કારણે સર્વત્ર સિસ્ટમ ને નવ થી વધુ સેવાઓને અસર પહોંચી છે.પાલેજ પોસ્ટ ઓફિસ કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ ખરાબ થતાં પોસ્ટની એન.એસ.સી ,કે.વી.પી, એમ.આઈ.એસ. ટાઈમ ડિપોઝિટ .પી.પી.એફ,રજીસ્ટર એડી,રજીસ્ટર પાર્સલ,પી.પી.એફ,આઇ.પી.એલ.આઈ જેવી મુખ્ય સેવાઓ બંધ છે. મારે પોસ્ટ ઓફિસ ઇન્સ્પેક્ટર જણાવ્યા અનુસાર તારીખ 16 ના રોજ ઇલેક્ટ્રોનિક ઉપકરણ બળી જતા ભરૂચ મુખ્ય પોસ્ટ ઓફિસ ને જાણ કરવામાં આવી છે.તેમજ રીપેરીંગ માટે ભરુચ મોકલાવ્યો છે. સત્વરે પોસ્ટની સર્વર સિસ્ટમ સમારકામ કરી ગ્રાહકોને લગતીસેવા કાર્યરત કરવામાં આવે તેવી ગ્રાહકો ની માંગ છે.