ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
પ્રાપ્ત પોલીસ માહિતી અનુસાર ગત રોજ બપોરનાં ત્રણ વાગ્યેનાં અરસામાં પાલેજ નવીનગરી ખાતે ગીતા જયપાલ વસાવા તેની બીજા ધોરણમાં ભણતી છોકરી શાળા એ નહિ જતાં ગાળો બોલતી હતી.આ સાંભળી એની જેઠાણી તેજલ બેન વસાવા ને એવું લાગ્યું કે તેને ગાળો આપે છે આથી તેનાં જેઠ સોમાભાઈ વસાવા એ આવી ગીતાબેન ને ગાળો આપી ધિકાપટું નો મારમારી હવે પછી ગાળો બોલશે તો જાનથી મારી નાખવા ની ધમકી આપી હતી.સામે ફરિયાદી તેજલ સોમા ચતુર વસાવા એ તેની દેરાણી ગીતા બેન જયપાલ વસાવા અને દિયર જયપાલ ચતુર વસાવા સામે તેના સાસુ સસરા ની હાજરી માં દેરાણી નાં ઘરે ગયા ની અને દિયર દેરાણી એ ગાળો બોલી ધિકાપટી નો મારમારી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.
Advertisement