ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પાલેજ જૈન સંઘ દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી હર્ષઉલ્લાસ સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિર સૈનિક ધર્મીનભાઈ દ્વારા વ્યાખ્યાનમાં શ્રાવકનાં અગિયાર કર્તવ્ય ત્યાર બાદ કલ્પશત્રુ નું વાંચન તથા સવંતસરીનાં દિવસે બારશા સૂત્ર નું વાંચન કરવામાં આવેલ છે.ભગવાન મહાવીર નાં જન્મવાંચન દિવસે ચૌદ સુપન ની આનંદ ઉલ્લાસ સાથે ઉચળમની બોલવા માં આવી હતી. પારણું શાહ નિરંજનકુમાર રતિલાલને ત્યાં રાત્રી જાગરણ માટે લઈ જવામાં આવ્યું હતું. પર્યુષણ પર્વ દરિમયાન સંઘમાં તપસ્વીઓ દ્વારા વિવિધ તપ,પ્રતીકમણ દરરોજ ભાવનાનું આયોજન વિક્કીભાઈ દ્વારા કરવામાં આવેલ હતું.પારણા નાં દિવસે અભૂતપૂર્વ ભગવાન નો વરઘોડો ચાંદી નાં રથ માં નગરયાત્રા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંઘ દ્વારા દરરોજ જમણ વાર નું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
Advertisement