કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના જનધન ખાતામાં કોરોનાની મહામારી પગલે રૂપિયા ૫૦૦ ની સહાય જમા કરાવતા સહાયની રકમ ઉપાડવા સોમવારના રોજ મહિલાઓની લાંબી લાઈનો જોવા મળી રહી હતી.કોરોનાની મહામારીના દિવસોમાં મહિલાઓને સહાય પેટે કેન્દ્ર સરકાર દ્વારા જનધન ખાતાઓમાં ૫૦૦ રૂપિયાની સહાય જમા કરાવતા પાલેજની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં લાંબી લાઈનો જોવા મળી રહી છે, તાપ તડકામાં રૂપિયા ૫૦૦ જેવી સામાન્ય રકમ ઉપાડવા કલાકો લાઈનોમાં ઉભી રહેતી મહિલાઓની સ્થિતિ સમજી શકાય એમ છે,સોશિયલ ડિસ્ટનસિંગ જેવી બાબતની કાળજી તો મહદઅંશે રાખવામાં આવી રહી છે પરંતુ અન્ય બેન્કોની મારફત અહીં મંડપ તેમજ પાણીની વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ વર્તાઈ રહ્યો છે. હજારો ખાતેદારો ધરાવતી બેંક ૪૦ ડિગ્રી તાપમાનમાં મહિલાઓ તેમજ પોતાના ખાતેદારો માટે તડકાથી બચવા મંડપ કે પાણીની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ દેખાઈ રહી છે જેના પગલે લોકો મુસીબતમાં મુકાઈ રહ્યા છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ