સાંસરોદ એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ તેમજ ગામના યુવાનો દ્વારા ગરીબ પરિવારોની મદદ માટે આગળ આવી ગામના ૨૦૦ જેટલા ગરીબ કુટુંબોમાં અનાજની કિટો વહેંચવામાં આવી હતી, આ ઉપરાંત અગાઉના દિવસોમાં આદિવાસી વિસ્તારમાં બીજી ૩૦૦ કિટો વહેંચવાનું આયોજન કરવામાં આવેલ છે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના વાયરસનાં પગલે સમગ્ર દેશભરમાં ૨૧ દિવસીય લોકડાઉનની જાહેરાત થતાં ગરીબ તેમજ મધ્યમ પરિવારો જેમનું રોજિંદી કમાઈ ઉપર જીવન પસાર થતું હતું. તેઓ સૈથી વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એવામાં ગામે ગામ સખી દાતાઓ દ્વારા તેમજ સેવાભાવી સંસ્થાઓ અને યુવાનો દ્વારા સુંદર આયોજન કરી ગરીબોની દેખભાળ રાખવામાં આવી રહી છે અને તેઓને જીવન જરૂરિયાતનો સામાન ઘેર બેઠા ઉપલબ્ધ કરાવી માનવતા મહેકાવવમાં આવી રહી છે. પાલેજ નજદીક આવેલા કરજણ તાલુકાના સંસરોડ ગામે રવિવારના રોજ આવી જ રીતે ગામના ગરીબ તેમજ માધ્યમ વર્ગના કુટુંબોને મદદરૂપ થવા ૨૦૦ જેટલી અનાજની કિટોની વ્યવસ્થા કરી ગરીબ કુટુંબોને મદદરૂપ થવાની સેવાભાવી કામગીરી બજાવવામાં આવી હતી. દેશ વ્યાપી લોકડાઉનના પગલે સમાજનો ખુબ મોટો તબકકો આર્થિક ભીંસ અનુભવી રહ્યો છે એવામાં સમાજનાં પૈસાદરી લોકો તેમજ ગામે ગામના યુવાનોએ જે સેવાભાવી પ્રવૃત્તિ આરંભી છે એ ખૂબ જ અસરકારક પુરવાર થઈ રહી છે. સંસરોડ ગામે અગાઉના એક બે દિવસમાં ગામનાં આદિવાસી વિસ્તારમાં પણ કોઈ પણ જાતના ધર્મનાં ભેદભાવ વિના ૩૦૦ જેટલી અનાજ જેવી જીવન જરૂરિયાતની કીટ વેહચવાનું સંસ્થા દ્વારા જણાવવામાં આવેલ છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ