Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરાનાનાં કારણે પાલેજ બંધ પણ લોક સેવાનો મહાયજ્ઞ કાર્યરત.

Share

કોરાનાનાં કારણે સમગ્ર ભરૂચ જિલ્લામાં બધુ જ બંધ છે. પરંતુ સમગ્ર જિલ્લામાં મહાદાન દ્વારા સેવાની સરવાણી સતત ચાલુ રહે છે.એવામાં પાલેજમાં ગરીબોની મદદ અને તેઓની અનાજની જરૂરિયાત એક પછી એક સંગઠન દ્વારા પૂરી કરવામાં આવી રહી રહી છે. કોરાનાથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટનસિંગ છે એટલે કે એક બીજાથી અંતર જાળવવુ પરંતુ એવામાં સમગ્ર ભરૂચ તાલુકામાં એને ખાસ કરીને પાલેજ નગર સોશિયલ એટેચમેન્ટ કાબિલે તારીફ છે. કોરાના સામેની લડાઈમાં ક્યાંક ગરીબ કુટુંબો પીસાઈ ના જાઈ એ માટે દાનવીરો સખીદાતાંઓ ચોતરફથી ઉદાર હાથે પાલેજમાં છુટા હાથે મદદ માટે આગળ આવી રહ્યા છે.લોકડાઉનની સ્થિતિમાં રોજેરોજનું પેટયું રડતા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોના ગુજરાનનું શું ? આવા પરિવારો આ સ્થિતિમાં ક્યાં જાય અને શું કરે? જેવી સ્થિતિ ઉપર કાબુ મેળવવા શનિવારના રોજ પરસેવાની કમાણીમાંથી યુ.કે તેમજ પાલેજમાં વસવાટ કરતાં સોડાવાલા ફેમિલીએ લોકડાઉનના અગિયારમાં દિવસે જીવન જરૂરિયાતની ૧૦૦ કીટનું વિતરણ કર્યું હતું. મોહદીશે આઝમ મિશન પાલેજ બ્રાન્ચના નેજા હેઠળ યુવાનોએ કિટો બનાવી વિતરણ સુધીનું ભગીરથ કાર્ય પાર પાડવામાં ઉમદા કામગીરી બજાવી હતી. વિતરણ કરવામાં આવેલ ૧૦૦ કીટમાં ઘઉં-૫ કિલો,ચોખા-૫ કિલો,તેલ-૫ લીટર,તુવરદાળ-૫ કિલો.ખાંડ-૫ કિલો અને ચા-૫૦૦ ગ્રામનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ પાલેજ તરફથી ૩૦૦ કેરેટ ઈંડાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

પાલેજનાં જહાંગીર પાર્ક,નવીનગરી,પાલેજ ગામ,અંકુર સોસાયટી,લાલજીન,રીલીફ કમિટી વિસ્તારમાં અનેક સેવાભાવી સંસ્થા દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે. પાલેજ લોકડાઉન થયું ત્યારથી સતત દાનની સરવાણીમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નસીમબાનુ સલીમ વકીલ તેમનો પરિવાર પોતાના હાથે ભૂખ્યાને ભોજન તૈયાર કરી પ્રદાન કરી રહ્યા છે.પાલેજનાં અનેક દાતાઓ સંસ્થાઓ અનાજની કીટ તેમજ શાકભાજી દાન કરી રહ્યા છે તો કોઈ તૈયાર ભોજનની સુવિધા આપી રહ્યું છે. આમ દરેક પોતાની યથાશક્તિ અનુસાર સેવાભાવી પ્રવૃત્તિમાં સહયોગ આપી રહ્યા છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ધો. 10 -12 ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનની માંગ સાથે DEO કચેરીએ હલ્લાબોલ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં 4 જેટલા લૂંટારુઓએ બંદુકની અણી એ લૂંટ ચલાવી.

ProudOfGujarat

સુરતના અલગ-અલગ વિસ્તારમાંથી મોબાઈલ સ્નેચીંગ કરતાં બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!