દેશભરમાં લોકડાઉન સ્થિતિ લઈ ગરીબ પીસાઈ રહ્યો છે એવા સમયમાં ફિલિપ્સ કાર્બન કંપનીએ પાલેજ ગ્રામ પંચાયતના સહયોગથી વસાહતોમાં રહેતાં મજૂરીયાત વર્ગનાં 1200 કુટુંબોને 5 પાંચ કિલો ચોખાની મદદ પહોંચાડી ગરીબોની વહાણે આવ્યા હતા.
પાલેજ જી.આઈ.ડી.સી સ્થિત ફિલિપ્સ કાર્બન કંપનીએ પાલેજ ગ્રામ પંચાયતનાં સયુંકત ઉપક્રમે ગુરૂવારના રોજ કંપનીના અધિકાર એમ.પી શીંગ તેમજ પાલેજ ગ્રામ પંચાયત સદસ્ય સલીમખાં પઠાણ વકીલ દ્વારા પાલેજની નવી નગરી ખાતે પાંચ કિલો ચોખા કુટુંબ દીઠ ગરીબ મજૂર વર્ગના 1200 કુટુંબોને પાલેજનાં યુવાનો અને ગ્રામ પંચાયતના સહકારથી વિતરણ કરવામાં આવ્યા હતા.કોરોના વાયરસનાં પગલે સૌથી વધારે સમસ્યા દૈનિક મજૂરી કરતા મજૂરોને ઉઠાવી પડી રહી છે એવા લોકો પરેશાન છે જે રોજીના નાના મોટા કામ કરી પોતાનું તેમજ પોતાનો પરિવારનું ભરણપોષણ કરતા હતા.આ વર્ગની સંખ્યા ખૂબ મોટી છે જેમનું લોકડાઉનમાં રહેવાના કારણે દૈનિક બે સમયનું ભોજન એકત્ર કરવાનું મુશ્કેલ થઇ ગયું છે.આ સંકટના સમયે પાલેજની કાર્બન કંપનીએ પાલેજ ગ્રામ પંચાયતના પ્રયત્નોથી મદદ માટે હાથ લંબાવતા કંપનીના અધિકારી તેમજ સ્ટાફ દ્વારા સ્થળે પહોંચી જઈ ચોખાનું વિતરણ કાર્ય આરંભયું હતું.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
ફિલિપ્સ કાર્બન કંપની તેમજ પાલેજ પંચાયત દ્વારા 1200 કુટુંબને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું.
Advertisement