પ્રાપ્ત માહિતી અનુસાર દેશભરમાં લોકડાઉનની સ્થિતિને લઇ ગરીબ વર્ગ ભારે મુસીબતમાં મુકાઈ ગયો છે. એવામાં ગુજરાત સરકાર દ્વારા સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવાના પ્રયત્ન સ્વરૂપે રેશનકાર્ડ ધારકોને ૩ મહિના સુધી મફતમાં અનાજ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેના પગલે આજરોજથી સસ્તા અનાજની દુકાનો ઉપર સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવી દુકાન ધારકો દ્વારા સરકારી આદેશ અનુસાર મફતમાં અનાજનું વિતરણ શરૂ કર્યું હતું.
૧ લી એપ્રિલથી અનાજ વિતરણની જાહેરાત કરવામાં આવી હોવાથી વહેલી સવારથી જ સાંસરોદ,પાલેજ અને ટંકારીયા ગામોની દુકાનો પર વિનામૂલ્યે અનાજનો જથ્થો મેળવવા લોકો કતારમાં ઉભા જોવા મળ્યા હતા.
દુકાન ધારકો દ્વારા ખાસ માર્કિંગ કરી સર્કલ બનાવી સોશ્યિલ ડિસ્ટન્સ જળવાય તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અનાજનો પુરવઠો મેળવવા આવતા નાગરિકો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કેટલીક દુકાનો ઉપર જોવા મળી હતી જે લોકોને કોરોના જેવા રોગ અંગે જાગૃત કરી વારંવાર હાથ સાફ કરવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ