કોરોના વાઇરસને ફેલાતો અટકાવવાના અગમચેતી પગલાં સ્વરૂપે પાલેજ ગ્રામ પંચાયત દ્વારા શનિવારથી પાલેજ ગામને સેનેટાઈઝ કરી સ્વચ્છ કરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ તાલુકાના પાલેજ ગામે કોરોના રોગને પ્રવેશતા અટકાવવા પાલેજ ગ્રામ પંચાયત દ્વારા દરેક ફરિયે ડી.ડી.ટી પાઉડરનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે ગ્રામ પંચાયત દ્વારા પાલેજ નગરને સેનેટાઈઝ કરવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો હતો. નગરમાં કોઈને જરૂરી કામ વિના ઘરની બહાર ના નિકળવા માઇક દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.પાલેજ ગ્રામ પંચાયત સરપંચ તેમજ તલાટી ક્રમ મંત્રી દ્વારા પાલેજના વિસ્તારોમાં ફરી સફાઈની તકેદારી લેવામાં આવી રહી છે એવામાં ગ્રામજનો કોઈ પણ જાતનો કચરો જાહેરમાં ના ફેંકવા વિનંતી કરવામાં આવી રહી છે, પાલેજને સ્વચ્છતાથી સ્વસ્થતા તરફ લઈ જવાના તમામ પ્રયત્નો ગ્રામજનો જાગૃકતા વિના સફળ થઈ શકે એમ ન હોવાથી ગ્રામજનોને કચરાના નિકાલ માટે પંચાયત ટ્રેક્ટરનો જ ઉપયોગ કરવા તેમજ ઘરમાં જ રહેવા વિનંતી કરવામાં આવી રહી છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ