પાલેજ હાઈવે વિસ્તારની ચંદ્રનગર સોસાયટીમાં યુ.કે થી ૨૦ દિવસ અગાઉ આવેલા મરીયમબેન પટેલ જેઓ ઘરમાં જ વસવાટ કરી રહ્યા હતા આ અંગેની જાણ પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્રને થતાં તેઓ દ્વારા પોતાની મેડિકલ ટીમ લઇ પંચાયત સદસ્યની હાજરીમાં મરીયમબેનને ઘરમાંથી બહાર લાવી સઘન પૂછપરછ કરી આરોગ્યની તાપસ આરંભતા મરિયમબેનમાં કોરોના વાઇરસ અંગેના કોઈ લક્ષણો ના જણાતા તેઓને નિયમ અનુસાર હોમ કવોરનટાઈન કરવામાં આવ્યા અને ૧૪ દીવસ ઘરમાં રહેવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત હોસ્પિટલની મેડીકલ ટીમ દર બે દિવસે તેઓની તપાસ પણ કરશે જેથી ઘર બહાર નહીં જવા સૂચનો આપવામાં આવી હતી.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
Advertisement