ઘેર ઘેર ગાય પાળો, ઘેર ઘેર વૃક્ષો વાવો, માનવસેવા કોમી એકતા, ભાઈચારો, વ્યસનમુક્તિ, શિક્ષણ તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટામિયાં માંગરોલની ગાદી સાથે સંકળાયેલા પાલેજ ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સંત રાજવલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટામિયાં ચિશ્તી ત્રીજાનો વાર્ષિક ઉર્સ-મેળો દર વર્ષે ચૈત્ર સુદપૂનમે બે દિવસ માટે ઉજવાય છે. દર વર્ષે દેશ-વિદેશથી અહીં લાખોની સંખ્યામાં વિવિધ કોમના લોકોની મેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. આ વર્ષે તા.૭મી એપ્રિલ મંગળવાર અને ૮ મી એપ્રિલ બુધવારના રોજ યોજાનાર આ ઉર્સ-મેળાને સામાજિક જવાબદારીના ભાગરૂપે વતૅમાન પરિસ્થિતિના અવલોકન બાદ જનહિતમાં સ્વેચ્છાએ તા.૭મી એપ્રિલ મંગળવારે સંદલ શરીફ અને ૮ મી એપ્રિલ બુધવારના રોજ યોજાનાર ઉર્સ-મેળાની ઉજવણીના તમામ કાર્યક્રમો કોરોના મહામારીને લઇ મોકૂફ રાખવામાં આવ્યાં છે. જેની તમામ અકીદતમંદો-શ્રધ્ધાળુઓ તેમજ જાહેર જનતાને નોંધ લેવા વિનંતી છે. મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ-સજ્જાદાનશીન પીર સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી તથા પીર મોઇનુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી દ્વારા પણ દરેક સમાજના લાકોને વિશેષ સાવચેતી લેવા કહેવાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાળજી સલામતીનું પ્રથમ પગથિયું હોય માટે સૌ એકબીજાને સચોટ રીતે જાગૃત કરી પરસ્પર સહકાર અને અનુસરણથી કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા નિરંતર પ્રયાસ કરતા રહીએ સમગ્ર માનવ સમાજની સલામતી અને તંદુરસ્તી માટે દુઆ અભ્યર્થના સાથે આ વિકટ સમય દરમિયાન ધૈર્ય ગંભીરતા અને સ્વચ્છતા જાળવી પૂરતી કાળજી રાખવા અપીલ કરાઈ હતી.
પાલેજ ખાતે મોટામિયાં માંગરોલની ગાદીના સંત-ખ્વાજા મોટામિયાં ચિશ્તી રદી ઉર્સ-મેળો આ વર્ષે કોરોના મહામારીને લઇ સ્વેચ્છાએ જનહિત માટે મોકૂફ રાખવામાં આવ્યો છે.
Advertisement