સમગ્ર ગુજરાતમાં તા.૨૪ મી માર્ચથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. ભરૂચ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતા આદેશ મુજબ પોલીસ તંત્રને આપવામાં આવેલાં સત્તા મુજબ જેમાં કોઈ વ્યક્તિ કે વાહન બહાર ફરતા દેખાશે તો પોલીસ તુરંત તેને પકડી કસ્ટડીમાં લઇ લેશે. એવા સમયે પાલેજ ગામમાં બહારથી આવતા આવશ્યક ચીજવસ્તુઓને પોલીસ રોકે નહીં અથવા ગામના જે વેપારીઓને માલ બહાર ગામથી મંગાવવાનો હોય એવા વેપારીઓ જેવા કે ડેરીઓ, શાકભાજીવાળા, અનાજ કરીયાણાના વેપારીઓ, ડૉક્ટર, મૅડીકલ સ્ટોર, લોટરીવાળા, તથા પશુઆહારના વેપારીઓ, ફ્રુટ વેચનારા, તથા બેન્કો, પેટ્રોલ પંપ, સમાચાર પત્રોવાળા, કુરીયરવાળા તથા મોબાઈલની દુકાનોવાળા વેપારી મિત્રો માટે પંચાયત તરફથી એક સર્ટીફીકેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાલેજ પંચાયત દ્વારા જીવન જરૂરિયાત વસ્તુનું વેચાણ કરતા વેપારીઓને આપવામાં આવેલ સર્ટીફીકેટથી તેઓ વગર રોકટોક વગર આવશ્યક ચીજવસ્તુઓ મંગાવી શકશે તેમજ બહાર ગામ મોકલી શકશે.
પાલેજ ગામમાં આવશ્યક ચીજવસ્તુઓની અછત ના સર્જાય અને ગામ લોકોને કોઈપણ જાતની તકલીફો ના પડે તે માટે આવા વેપારી મિત્રો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. વેપારીઓ શાકભાજી, ફ્રુટ વગેરેનાં ભાવો ગ્રાહકો પાસેથી વધારે નહિ લેવાની પાલેજ ગ્રામપંચાયત તલાટી કરણ સિંહ તેમજ સદસ્ય સલીમ વકીલે વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભાવ નિયંત્રણમાં રાખવા પંચાયત સત્તાધીશો દ્વારા સતત વેપારીઓને આદેશ આપવામાં આવી રહ્યા છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પાલેજ નગર લોકડાઉન, ભાવોમાં વધારો ના થાય માટે પંચાયત દ્વારા કાળજી લેવાઈ.
Advertisement