આખું વિશ્વ કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયુ છે ત્યારે ગુજરાતમાં પણ આ બાબતે તકેદારીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. મિયાગામ કરજણથી તા.૧૫ માર્ચનાં રોજ ૫૮ લોકો ધાર્મિક સ્થળો જેવા કે ઉજ્જૈન,ઓમકારેશ્વર,ચિત્રકૂટ,બનારસ,અયોધ્યા,છપૈયા,ઇલ્હાબાદ ગયાં હતાં. તેઓ આજે ૨૪ માર્ચનાં રોજ પાછા ફર્યા છે. પરત ફરેલા પ્રવાસીઓ સ્વસ્થ છે કે નહીં માટે આખી બસને આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવી હતી તેમાં તમામ સવાર યાત્રીઓનું મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. કરજન રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે તબીબો ડોક્ટર બીપીન ભટ્ટ(મેડિકલ ઓફિસર કરજણ)તેમજ ડોક્ટર ચૌધરી તેમજ સ્ટાફ પીનલબેન,રેખાબેન,લક્ષ્મીબેન નાઓએ મેડીકલ ચેકઅપની કામગીરી બજાવી હતી. મેડિકલ ઓફીસરનાં જણાવ્યાં અનુસાર ધાર્મિક પ્રવાસેથી પરત આવેલા મિયગામ કરજણ વિસ્તારનાં ૫૮ પ્રવાસીઓની તાવ,ખાંસી,ઉધરસની તપાસ કરવામાં આવી હતી. તેઓમાંથી કોઈને પણ તાવ, ખાંસી, ઉધરસ જણાય આવેલું નથી. ત્યારબાદ તેઓને ઘરે જવા દેવામાં આવ્યા હતા.પ્રવાસીઓએ મેડિકલ પરીક્ષણમાં સહકાર આપ્યો હતો.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
ધાર્મિક પ્રવાસથી પરત ફરેલા કરજણનાં પ્રવાસીઓનું આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું.
Advertisement