ગુજરાત ભરમાં કોરોના પોઝિટિવ કેસોમાં રોજિંદા વધારો નોંધાતા સાવચેતીના પગલાં સ્વરૂપે પાલેજ બજારો ૩૧ માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પાલેજના બજારને સોમવારની બપોરે તંત્ર દ્વારા સુરક્ષાના હેતુસર અચાનક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ બંધ દરમિયાન પાલેજ બજારની અનાજની દુકાનો, મેડિકલ સ્ટોર, શાકભાજી, ફ્રુટ તેમજ ડેરીઓને બંધમાંથી છૂટ આપવામાં આવી હતી. તેમજ આ દુકાન ધારકોને ભીડ એકસાથે જમા નહીં કરવા તેમજ ૫-૫ વ્યક્તિને દુકાનમાં પ્રવેશવા દેવાનું કહી છૂટ આપવામાં આવી હતી. આ ઉપરાંત પાલેજ ઇન્ડિયન ગેસ એજન્સી પણ ખુલ્લી રહેશે. પાલેજ ગ્રામ પંચાયત સત્તાધીશો દ્વારા જાહેર જનતાને રોજિંદી દૂધ, શાકભાજી મળી રહેશેની ખાત્રી દર્શાવતા મેસેજો પહોંચાડી જરૂર પડશે તો ગ્રામ પંચાયત દ્વારા પણ આવી સુવિધા આપવામાં આવશે જેથી કોઈ જ પ્રકારનો ગભરાહત ફેલાવવો નહીંની અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત લોકોએ ઘરમાં રહી પોતાનું સ્વાસ્થ્ય સાચવવું એ જ આ વાઇરસ સામે લડવાનું મુખ્ય હથિયાર હોવાથી વગર કારણે ઘરની બહાર ના નિકળવા અપીલ કરવામાં આવી હતી.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
કોરોનાથી સાવચેતીનાં પગલે પાલેજ બજાર બંધ કરાયા.
Advertisement