ગુજરાત બોર્ડ ધોરણ 10 ની પરીક્ષાનો પ્રારંભ થતા પાલેજ કેન્દ્ર ખાતે ચાલુ વર્ષે ૨૨૧ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા જેઓનું પાલેજ હાઈસ્કૂલ આચાર્ય તેમજ ગ્રામ પંચાયત સભ્ય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરી શાળામાં પ્રવેશ આપ્યો હતો. ગુરૂવારના રોજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની પરીક્ષાનો શુભારંભ થયો હતો. જેમાં ભરૂચ તાલુકાના પાલેજ એસ.એસ.સી બોર્ડના પરીક્ષા કેન્દ્ર ધી પાલેજ હાઇસ્કુલ પાલેજ ખાતે પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં નવ બ્લોકમાં ૨૨૧ વિદ્યાર્થીઓ પહેલા દિવસે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્રની પરીક્ષા આપવા માટે આવી પહોંચ્યા હતા.
શાળાના પટાંગણમાં પ્રથમ તમામ વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય પરીક્ષા સુપરવાઇઝરો શિક્ષકો તેમજ ગામ આગેવાનોએ ખૂબ જ આદરભાવથી વિદ્યાર્થીઓનું અભિવાદન કર્યું હતું અને વિદ્યાર્થીઓને ગુલાબ આપી પરીક્ષાની શુભેચ્છા પાઠવી હતી.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ