Proud of Gujarat
FeaturedGujarat

ઝંઘાર ગામે બકરા ચોર બાબતે ફરિયાદ નોંધાઇ -સી.સી.ટીવી વિડિઓ પંથકભરમાં વાઇરલ…

Share

પાલેજ તા.૧૬-03-19

ઝંઘાર ગામે રાત્રી નાં સમયે ઘર ની બહાર અંગણા માં બાંધેલ બકરાં ઇન્ડિકો કાર માં બે ઈસમો બકરાં ભરી ચોરી કરી ભાગી ગયા ની સી.સી.ટીવી ફૂટેજ વાયરલ થઈ હતી જેના પગલે નબીપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર ૧૩ મી માર્ચ નાં રોજ સોશિયલ મીડિયા ઉપર ઝંઘાર ગામે થી રાત્રી નાં સમયે એક સાથે આઠ જેટલાં બકરાં ની ચોરી કરી કાર માં ભરી બે ઈસમો ભાગી છૂટ્યા ની વિગતો વાયરલ થઈ હતી જે સબબ ની ફરિયાદ ઝંઘાર ગામ માં ઉદાત સ્ટ્રીટ માં રહેતાં અને પશુપાલ કરી જીવન નિર્વાહ કરતાં તહેરાબાનું રફીકભાઈ બગડીવાલા એ તા ૧૫ માર્ચ નાં રોજ નબીપુર પોલીસ માં નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર તા.૧૩ મી નાં રોજ રાત્રે પોણા પાંચ વાગ્યા નાં સુમારે બકરીના નાનાં બચ્ચાંઓ નો અવાજ આવતાં ઊંઘ માંથી ઉઠી જઈ બહાર નીકળી જોયેલ ઘર નાં અંગણા માં બાંધેલ ૮ બકરાં પૈકી ૩ બકરી તેમજ બે બકરાં અને ૩ નાનાં બકરી નાં બચ્ચાં હતા નહિ. જેની શોધ ખોળ કરતાં મળી આવેલ નહિ જેથી ફળિયા માં રહેતાં ફેજલ ઉદાત નાં ઘર ની બહાર લગાડેલાં બે સી.સી.ટીવી કેમેરામાં ચેક કરતાં ૪ અને ૪૩ મિનિટે એક ઇન્ડિકા કાર માં બે ઇશમો આવી ઘર નાં અંગણા માં આઠ બકરાં ઓ જેની કિંમત આશરે ચાલીસ હજાર જેટલી હતી.ગાડી માં ભરી લઈ ચોરી કરી જતાં રહ્યાં હતાં.

નબીપુર પો.હે.કો છગનભાઇ ફુલજીભાઈ પરમારે ફરિયાદ નોંધી ઇન્ડિકા કાર જેનો નંબર સી સી ટી વી ફૂટેજ માં જણાય આવ્યો નથી.તપાસ હાથ ધરી છે.

ઇમરાન ઐયુબ મોદી- પાલેજ


Share

Related posts

લીંબડી કેળવણી મંડળ સંચાલિત એઆરએસ કોલેજના પ્રિન્સીપાલને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

ProudOfGujarat

દીવ પ્રશાસન અને ministry of environment ફોરેસ્ટને climate change દ્વારા world environment day અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યુ….

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામમાં આવેલા આદિવાસી સમાજનાં સ્મશાનમાં ૧૪ માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ગ્રામ પંચાયત દ્વારા બ્લોક પેવરનું કામ કરાતા આદિવાસી સમાજમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!