દેશમાં વિજ્ઞાન દ્વારા થતાં લાભો પ્રતિ વિદ્યાર્થીઓ તેમજ સમાજમાં જાગૃતાં લાવવા અને વિજ્ઞાન વિચારસરણી જાગૃત કરવાનાં હેતુસર માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રોદ્યોગિક પરિષદ અને ભારત સરકારનાં ઉપક્રમે દર વર્ષે ફેબ્રુઆરી ૨૮ નાં રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
આધુનિક યુગમાં બાળકોમાં વિજ્ઞાનલક્ષી અભિગમ કેળવાય તે હેતુને ધ્યાનમા લઈ શુક્રવારના રોજ કે.પી.એસ ઇન્ટરનેશનલ ઍકૅડમી પાલેજ તથા બચપન સ્કૂલ પાલેજમા ‘નેશનલ સાયન્સ ડે’ ની ઉજવણી કરાઈ હતી. ડો. સી.વી.રામને તા.૨૮ ફેબ્રુઆરીનાં રોજ કિરણોની શોધની જાહેરાત કરી હતી. તેઓની યાદમાં દેશભરમાં વિજ્ઞાન ડે ની ઊજવણી કરવામા આવે છે.
આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિજ્ઞાનને લગતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટીશ્રી રજત અગ્રવાલ, તા.પં.સભ્ય મોહસીનખાન પઠાણ તથા ગામના અન્ય મહાનુભવો હાજર રહયા હતા. શાળાના આચાર્યશ્રી મનોજકુમાર તીવારી તથા શિક્ષક ગણે ભારે જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ