Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ઇખર વચ્ચે માંકણ ગામ પાસે એક્ટિવા અને મોટર બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું કરુણ મોત નિપજયું.

Share

ભરૂચના પાલેજ અને ઇખર વચ્ચે આવેલા માંકણ ગામ નજીક ગતરાત્રિના બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના ઇખર ગામનો અશ્વિન મહેશ વસાવા એકટીવા લઈને પાલેજથી ઇખર તરફ જઈ રહ્યો હતો ત્યારે કરજણ તાલુકાના માંકણ ગામ નજીક સામેથી આવી રહેલા મોટરસાયકલ સવારે પોતાની મોટરસાયકલ પૂરપાટ, ગફલત ભરી રીતે હંકારી એક્ટિવા ચાલક સાથે અથાડતા અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવાન અશ્વિનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા ચિંતન સામર વસાવાને ઈજાઓ થવા પામી હતી. જ્યારે મોટરસાયકલ સવાર ભરત રાઠોડ રહે. કલાને પણ ઇજાઓ થતાં બંને ઇજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.સર્જાયેલા અકસ્માતમાં બંને મોટરસાયકલોને ભારે નુકસાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ થતાં વલણ આઉટ પોસ્ટના જમાદાર શૈલેષભાઈએ ઘટના સ્થળે પહોંચી કાયદેસર કાર્યવાહી હાથ ધરી મૃતક અશ્વિનના મૃતદેહને પાલેજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી અકસ્માત સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના જે.બી મોદી પાર્ક પાસે કાંસની સફાઈ કરાતા વિસ્તાર બે ભાગમાં વહેંચાયો.

ProudOfGujarat

વધુ પડતા વરસાદને કારણે ખરાબ થયેલા કોસંબા ઝંખવાવ માર્ગ અને ગ્રામ્ય વિસ્તારનાં રસ્તાઓ તાત્કાલિક ધોરણે સમારકામ કરવા કોંગ્રેસનાં અગ્રણી આગેવાનો દ્વારા સરકારી તંત્રને રજુઆત થઈ.

ProudOfGujarat

ઊંઝામાં ઉમિયા માતાજીની પરંપરાગત નગરયાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!