Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક એકસપ્રેસ ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાનું મોત.

Share

ભરૂચ તાલુકાના પાલેજ રેલવે સ્ટેશન મધ્યમાં કાંટાવેડા તા.ઘોઘબા જી.પંચમહાલની વિધવા તા.૧૨ ફેબ્રુઆરીના બુધવારના ૭:૩૦ વાગ્યે સાંજે પાલેજ રેલવે સ્ટેશન મધ્યમાં કિ.મી.નંબર ૩૫૦/૩૪/૩૬ ની વચ્ચે ડાઉન રેલવે લાઈન ઉપર ડાઉન ટ્રેન ૧૨૪૯૦ દાદર-બિકાનેર એક્સપ્રેસની અડફેટે આવી જતાં થયેલ ગંભીર ઇજાઓનાં કારણે ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.મરનારની લાશની તપાસ કરતાં વાલી વારસો મળી આવતાં લાશની ઓળખ થઈ છે. મૃતકનું નામ લીલાબેન રમેશભાઈ નાયક ઉં.વ.૩૬ તેમજ રહેવાસી કાંટાવેડા તા.ઘોઘબાના હોવાનું જાણવા મળેલ છે.ભરૂચ રેલવે પોલીસ ભરતભાઇ વસાવાએ કાયદેસર કાગળો કરી લાશનું પી.એમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાય હતી. વાલી વારસોનો સંપર્ક કરી ઘટના સંબંધી જાણ કરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

અભિનેત્રી જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ હોળીના અવસર પર પોતાની પ્રાણી પ્રત્યેની ચિંતા વ્યક્ત કરી.

ProudOfGujarat

ભરૂચની કોવિડ હોસ્પિટલોમાં સાયકોલોજીસ્ટ ડોકટરો દ્વારા દર્દીઓનું કાઉન્સિલીંગ કરાયું.

ProudOfGujarat

ભરૂચ :જંબુસરના કાવી ગામ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરી ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!