Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ રેલ્વે સ્ટેશન નજીક એકસપ્રેસ ટ્રેનથી રન ઓવર થતાં યુવકનું કરૂણ મોત.

Share

વડોદરાથી મિત્ર સાથે લગ્ન પ્રસંગે પાલેજ નજીક આવેલા વલણ મુકામે આવેલ તરસાલીના યુવકનું ટ્રેન સાથે અડફેટે આવી જતા મોત નિપજવા પામ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પાલેજ રેલવે સ્ટેશનથી ઉત્તરે વડોદરા તરસાલીનો એક યુવાન તા.૯ ને રવિવારના રોજ ૭:૪૫ વાગ્યાને સાંજે પાલેજ રેલવે સ્ટેશનથી ઉત્તરે રેલવે ક્રોસિંગ ૧૯૮ની વચ્ચે ડાઉન રેલવે લાઈન ઉપર કોઈપણ રનિંગ એક્સપ્રેસની અડફેટે રન ઓવર થતાં શરીરનાં ભાગથી ટકરે મરણ પામેલ છે.મરનારની લાશની તપાસ કરતાં વાલી વારસો મળી આવતાં લાશની ઓળખ થઈ છે.મૃતક પૃથ્વીસિંહ સંગ્રામ સિંહ રાઠોડ ઉ.વ.૨૦ જેઓ વડોદરા તરસાલીના હોવાનું જાણવા મળ્યું હતુ. ઘટના અંગે ભરૂચ રેલવે પોલીસે કોન્સ્ટેબલ વસાવા ભરતભાઇએ કાયદેસરના કાગળો કરી લાશનું પી.એમ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાય હતી. જ્યાંથી વાલી વારસાનો સંપર્ક કરી ધટના સંબંધી જાણ કરી હતી.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

મહુધાના આડીનાર ખાતે સમૂહ લગ્નમાં ૭૭ જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડયા

ProudOfGujarat

રાજપીપલામાં નર્મદા સાહિત્ય સંગમ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

જિજ્ઞેશ કવિરાજની ઉત્તર ગુજરાતની આ બેઠક પરથી ચૂંટણી લડવા માટેની ઈચ્છા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!