પાલેજ.તા.૯/૦૩/૨૦૧૯
ભરુચ તાલુકા નાં પાલેજ નગર માં ગામ ની મુખ્ય પાણી ની ટાંકી કે જ્યાંથી ગામની અડધા ઉપર ની વસ્તી ને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે એવી પચાસ હજાર લીટર પાણી ની ક્ષમતા ધરાવતી પાણી ની ટાંકી ખૂબ જ જર્જરિત અને ગમે ત્યારે હોનરત સર્જી શકે એવી સ્થિતિ માં જોવા મળી રહી છે.
પાલેજ માંકણ રોડ ઉપર આવેલ પાલેજ નગર ના પાણી ની મુખ્ય ટાંકી નાં પ્લાસ્ટ પોપડા ઉખડી પાયા માં તિરાડો પડી જવાથી ટાંકી ગમે ત્યારે ધરાસાય થવાનું જોખમ ઉભું થયું છે. જેનાથી પાલેજ નાં પાંચ થી છ હજાર ની વસ્તી ધરાવતાં કેટલાક વિસ્તારોમાં પીવા થી માડી ઘર વપરાશ નાં પાણી નાં વપરાશ ની મુશ્કેલી સર્જાય એવી ભીતિ સિવાય રહી છે. આ ટાંકી નવી બાંધકામ કરવામાં માટે પાણી પુરવઠા બોર્ડ ને અનેક રજૂઆતો કરવામા આવી હતી ઉપરાંત અનેક વાર જિલ્લાના અધિકારી ઓ સમક્ષ પણ રજૂઆતો થઈ છે.વાસમાં યોજના હેઠળ આવરી લેવાં પણ માંગણી કરવામાં આવી હતી છતાં તંત્ર ટાંકી ના વિસર્જન ની રાહ જોઈ બેઠું હોઈ એમ લાગી રહ્યું છે
સૂત્રો ના જણાવ્યા અનુસાર પાલેજ ગ્રામ પંચાયત હાલ માં સ્વંભંડોળ માંથી લાખો નાં ખર્ચે પાણી ની ટાંકી બાંધકામ કરવા ની જિલ્લા સમહર્તા સમક્ષ પણ રજુઆત કરી છે જેથી ટૂંક સમય માં આ કામ ને મંજૂરી મળી જાય તો અહીં માકણ રોડ ઉપર નાં વોટર વર્કસ ઉપર નવી પાણી ની ટાંકી નાં બાંધકામ ની યોજના સાકાર થઈ સકે એમ છે. પાલેજ નાં મુખ્ય બજાર,ધનજીશા જીન વિસ્તાર,કપાસિયા હોલ તેમજ અહમદ નગર,આબલી સ્ટેન્ડ વિસ્તાર,બીજા અન્ય વિસ્તારો ને આ ટાંકી નું પાણી રોજીંદુ પૂરું પાડવા માં આવે છે આ ટાંકી ની સીડી જર્જરિત બની ધરસાય થઈ ચૂકી છે ઉપરાંત સમગ્ર ટાંકી નાં ઉપર નું પ્લાસ્ટરનાં પોપડા ઉખડી ગયા છે જેને પગલે ટાંકી માં પાણી ની ક્ષમતા જેટલું પાણી ભરી શકાય એમ નથી. હાલ માં પાણી ઓછું પ્રમાણ માં ભરી પાણી ની મુખ્ય લાઈનો માં છોડવા માં આવે છે જેના કારણે પૂરતા પ્રેસર થી લોકો ને ઘર વપરાશ માટે પાણી મળતું નથી જે હવે રોજ ની સમસ્યા બની જવા પામી છે જેને લઈ જિલ્લામાં થી ગ્રામ પંચાયતને સ્વંભંડોળ ની રકમ માંથી ટાંકી બનાવા ની તાત્કાલિક પરવાનગી મળે એવી લોકો માંથી માંગ ઉઠી છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ