Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ : એટ્રોસિટી એકટના કેસમાં કંબોલી સરપંચનો નિર્દોષ છુટકારો.

Share

પાલેજ નજીક આવેલા કંબોલી ગ્રામ પંચાયતના સરપંચને અટ્રોસિટી એકટ લાગતા સરપંચ પદેથી દૂર કરાયા હતા. જે કેસમાં તેઓ નિર્દોષ છૂટી જવા પામ્યા છે. તાલુકો જીલ્લો ભરૂચનાં રહેવાસી જશોદાબેન સુખદેવ વસાવાએ તારીખ ૧-૩-૨૦૧૭ ના રોજ આરોપી મહંમદભાઈ આદમભાઈ મતદારે કંબોલી ગામે નવીનગરીમાં ગ્રામ પંચાયત દ્વારા પાણીના નિકાલ માટે નવા નાળાનું બાંધકામ ચાલતું હોય આ કામના ફરિયાદી આરોપી સરપંચને જણાવેલ કે આ નાળુ અગાઉના માપ પ્રમાણ કેમ બનતું નથી? તેવું કહેતા આરોપી એકદમ ઉશ્કેરાઇ જઇ હાથમાં લાકડાની પટ્ટી લઈ આવી મારવા દોડી આવી ફરિયાદણને જાતિ વિષયક અપશબ્દો બોલી ગાળો આપેલી હતી હોવાની ફરિયાદ ગુ.ર.નંબર ૬/૧૭ થી આઇ.પી.સી ની કલમ ૫૦૪ તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારાની કલમ ૧૩૫ ૩(૧)(આર) (એસ) તથા ૩(૨)(૫-અ) તથા જી.પી.એક્ટ ની કલમ ૧૩૫ તથા સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટેમાં ભરૂચનાં સ્પેશ્યલ જજ (એટ્રોસિટી) અને પાંચમાં એડિશનલ સેસન્સ જજ ભરૂચની કોર્ટમાં ચાલી જતાં આરોપીને સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે. જેઓને નિર્દોષ ઠરાવેલ છે તેમાં કંબોલી તાલુકો જિલ્લા ભરૂચનાં સરપંચ મહંમદ આદમ મતદારને શંકાનો લાભ આપી સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ છે.આ કામે આરોપી વતી એડવોકેટ એ.પી.સોલંકી રોકાયેલ હતાં.

ઇમરાન ઐયુબ મોદી-પાલેજ

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૭ કેસો નોંધાતા કુલ કેસનો આંક ૫૪૫ થયો.

ProudOfGujarat

ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટ્રેબલ ટ્રસ્ટનાં હોદ્દેદાર નિમાયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોવિડ-૧૯ માં વિશિષ્ટ કામગીરી કરનાર ૫૯ કોરોના વોરીયર્સનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!