Proud of Gujarat
FeaturedGujaratINDIA

શૈખુલ ઇસ્લામ મોહમ્મદ મદની અશરફ અશરફીયુલ જિલ્લાની સાહેબ નો વલણ માં કાર્યક્રમ યોજાયો

Share

પાલેજ નજીક આવેલા વલણ ગામમાં પીર જંજીરશાહ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શૈખુલ ઈસ્લામ ટ્રસ્ટ તરફથી જશ્ને આમદે શૈખુલ ઈસ્લામ અને જાનશીને શૈખુલ ઈસ્લામ નો શનિવાર ના રોજ પ્રોગ્રામ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ હુઝુર શૈખુલ ઈસ્લામ સૈયદ મોહમ્મદ મદની અશરફ અશરફીયુલ જીલાની તેમજ એમનાં સુપુત્ર સૈયદ મોહમ્મદ હમ્ઝા અશરફ અશરફીયુલ જીલાની ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામ સવારમાં ૧૧ થી બપોરના ૧ કલાક સુધી ચાલ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમુદાય ના લોકો હાજર રહયા હતા. આ પ્રોગ્રામની શરૂઆત તીલાવતે કુર્આન થી કરવામાં આવી હતી ત્યાર બાદ નાઅત-શરીફ ના ગુલદસ્તા પેશ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ કોઈ પણ વ્યક્તિને ધાર્મિક પ્રશ્ન હોય તો તેનો પ્રશ્ન રજૂ કરવાની છૂટ આપવામાં આવી હતી જેનો જવાબ જગ્યા ઉપર જ હુઝુર શૈખુલ ઈસ્લામ દ્રારા આપી જે તે પ્રશ્નનો ઉકેલ લાવી આપવામાં આવ્યો હતો. પ્રોગ્રામ ને અંતે સલાતો સલામ પઢી અને દેશમાં અમન, સૂકુન, શાંતિ અને સલામતી માટેની દુઆ માંગી પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

ઇમરાન ઐયુબ મોદી :- પાલેજ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પાનોલી ખાતે આવેલી જે.બી. કેમિકલ એન્ડ ફાર્મા કંપનીનાં સ્થાપના દિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

ઝઘડીયા : ગોવાલી ગામે ફાર્મ હાઉસના માલિકને માર મારી ધમકી આપતા ત્રણ ઇસમો સામે ફરિયાદ.

ProudOfGujarat

માંગરોળમાં ડીજીવીસીએલ કંપની દ્વારા ગ્રાહકો પાસે ખોટા ચાર્જ વસૂલતા કોંગ્રેસ આગેવાનોએ ગ્રાહકો સાથે મામલતદાર અને ડીજીવીસીએલના અધિકારીને આવેદન આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!