રાજ્ય સરકાર દ્વારા કુપોષણ સામે જંગ સમાન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત તારીખ ૩૦ અને ૩૧ જાન્યુઆરી તેમજ ૧ ફેબ્રુઆરીએ પોષણ અભિયાન અંતર્ગત પદાધિકારીઓ-અધિકારીઓ ગામડે ગામડે જઇ પોષણને લગતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે આજે પાલેજ ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.સશી કુમાર તેમજ નાયબ કલેકટર યાસ્મીન શેખ, આ.ટી.ડી.ઓ કાયસ્થ, એસ.ઓ.ડી.ઓ રીટાબેન ગઢવી,આઇ.એસ.ડી.ઓ મનિષાબેન, પાલેજ ગ્રામ પંચાયત સરપંચ નસીમ બાનું પઠાણ, પંચાયત સદસ્યો, આંગણવાડીનાં બેનો ઉપરાંત બાળકો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી વર્કર હેલ્પર, આંગણવાડી આશાબેન આ પોષણ ત્રિવેણીની કામગીરી કિશોરીઓ, માતાઓ અને બાળકોને પોષણ સ્તરમાં વધારો કરવાનાં હેતુથી યોજના સફળ બનાવ અપીલ કરવામાં આવી હતી. ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ ની યોજના સૌનાં સહયારા પ્રયાસ થઈ શરૂઆત કરવામાં આવી છે જેમાં જનસમુદાય સર્વે વિભાગો સ્વૈચ્છિક સંસ્થાઓ,ગૃહ ઉદ્યોગના સહિયારા પ્રયાસને પણ જોડવા આહવાન કરવામાં આવ્યુ છે.૨૩ જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ દાહોદ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ ની શરૂઆત કરવામાં આવી હતી.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ