Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ : કિસનાડ ગામે લેઉઆ પાટીદાર સમાજનો સમૂહ લગ્ન પ્રસંગ યોજાયો.

Share

પાલેજ નજીક આવેલા ભરૂચ તાલુકાના કિસનાડ ગામે ૨૫ ગામ લેઉઆ પાટીદાર સમાજના 19 માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંચ નવદંપતિઓ એ પ્રભુતામાં પગલાં માંડયા હતા. ભરૂચ તાલુકાના કિસનાડ ગામે તારીખ ૩૦ મીના રોજ ગુરુવારે ૨૫ લેઉઆ પાટીદાર સમાજના સમુહ લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં પાંચ નવ દંપતીઓ લગ્નગ્રંથીથી જોડાઇ પ્રભુતામાં પગલા પાડયા હતા. કરિયાવરમાં ૧૫ થી વધુ વસ્તુઓ આપવામાં આવી હતી.

આ શુભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત ભાઈ પટેલ તેમજ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા હાજર રહ્યા હતા.

ભરૂચ તાલુકા પ્રમુખ નવિનભાઇ પટેલએ સમૂહ લગ્ન પ્રસંગે ઉપસ્થિત ૨૫ ગામ લેઉઆ પટેલ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ એમ. પટેલ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમૂહ લગ્નમાં નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા. કિસનાડ સરપંચ કુણાલ નવીન પટેલે સમૂહ લગ્ન સફળતા પૂર્વક પાર પાડવા બદલ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

ઇમરાન ઐયુબ મોદી

Advertisement

Share

Related posts

પંજાબ સરકારનો મોટો નિર્ણય : હવે રાજ્યમાં પરમિશન વગર મેળાનું આયોજન કરવા પર થશે FIR.

ProudOfGujarat

ભરૂચ : કસક ગળનાળા નીચે મૃત પામેલ ભિક્ષુકની સ્મશાનધામના સંચાલકોએ કામગીરી હાથધરી.

ProudOfGujarat

નડિયાદમાં વીજળીના કડાકા, ભડાકા સાથે ધોધમાર વરસાદ પડતાં લોકને ગરમીથી રાહત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!