Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વલણમાં મદ્રેસાનો વાર્ષિક ઇનામી જલ્સો યોજાયો…

Share

(મોહસીન લાંગીયા.પાલેજ)
પાલેજ નજીક અાવેલા વલણ ગામમાં મદ્રસએ મોઇનુલ ઇસ્લામ મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરતા તુલ્બાઓનો ગતરાત્રીના વાર્ષિક ઇનામી જલ્સો યોજાયો હતો. જલ્સાનો પ્રારંભ તિલાવતે કુર્અાન શરીફથી કરાયો હતો ત્યારબાદ મદ્રેસાના તુલ્બાઓએ સુંદર નાઅત શરીફ, તકરીર રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા.
બાદમાં મદ્રેસાની પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરનાર તુલ્બાઓને અાયોજકો દ્વારા ઇનામો એનાયત કરાયા હતા.મદ્રેસામાં કુર્અાને હાફીઝ બનનાર ત્રણ તુલ્બાઓને સૈયદ અહમદ અલી બાવા ઉર્ફે પાટણવાલા તેમજ સૈયદ સલાહુદ્દીન બાવાના હસ્તે સનદ અર્પણ કરાઇ હતી. મોડે સુધી ચાલેલા અા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ હાજરી અાપી ધાર્મિક રસપાનથી તરબોળ થયા હતા…

Share

Related posts

નડિયાદના રેલવે સ્ટેશન પર અમદાવાદ – કેવડિયા જનશતાબ્દી એક્સપ્રેસનું સ્ટોપેજ આપવા રેલવે વિભાગ દ્વારા અપાઈ મંજૂરી.

ProudOfGujarat

વલસાડ : અપક્ષ સભ્યો ભાજપમાં જોડાતા રાજકીય જંગ જામ્યો…

ProudOfGujarat

સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના શિક્ષણ જગતની અનેક ખામીઓ સામે સવાલો ઉઠાવતો લેટર બૉમ્બ ફોડયો.

ProudOfGujarat
error: Content is protected !!