સમસ્ત માછી સમાજ દ્વારા આયોજિત મહાશિવરાત્રી ક્રિકેટ પ્રતિયોગીતા ૨૦૧૯ નું પાલેજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, સોમવાર ની સાંજે ટુર્નામેન્ટ નું ફાઇનલ મેચ યોજાઈ હતી જેમાં જંબુસર માછી સમાજ ની ટીમ નો વિજય થવા પામ્યો હતો.
પાલેજ ઇજતેમાં નગર ખાતે આયોજિત ૧૦ ઓવર ની મર્યાદીત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ માં માછી સમાજ ના ચાર જિલ્લા ભરુચ,વડોદરા,આણદ,ભાવનગર જિલ્લાની મળી કુલ ૫૬ ટીમો એ ભાગ લીધો હતો. જેમાં
સોમવારે ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ યોજાઈ હતી,ફાઇનલ માં જબુંસર ની વૃંદાવન ઇલેવન તેમજ ખભાત ની જોગમાયા ઇલેવન વચ્ચે મુકાબલો યોજાયો હતો જેમાં જબુંસર ટીમ નો ૪૦ રને ભવ્ય વિજય થયો હતો. મેન ઓફ ધ સિરીઝ એવોર્ડ ખંભાત નાં જયેશ ભાઈ ને આપવામાં આવ્યો હતો.
જંબુસર વૃંદાવન ઇલેવન દ્વારા પ્રથમ બેટિંગ કરતાં ૧૪૧ રન બનાવ્યા હતાં જ્યારે જવાબ માં બીજા દાવ માં ખંભાત ની ટીમ ૧૦૧ રન માં આઉટ થઈ જવા પામી હતી. ફાઇનલ ની વિજેતા ટીમ ને માછી સમાજ તરફ થી ટ્રોફી આપવામાં આવી હતી પાલેજ યંગ મુસ્લિમ સર્કલ તરફ થી વિજેતા ટીમ ને કેટલીક ભેટો પણ આપી હતી ઉપરાંત પાલેજ પંચાયતે પાલેજ ની ટીમ ને ડ્રેસ આપી સ્પોન્સર કરી હતી. ટુર્નામેન્ટ નાં આયોજક પાલેજ નાં પંકજ ખારવા એ ટુર્નામેન્ટ માં ભાગ લેનાર ટીમો નો આભાર વ્યક્ત કર્યો હતો
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ